________________
૧૮
[ શ્રીવિજ્યપઘસરિકૃતસમય પણ ન પ્રમાદ કરે ભેગમાં ભય રોગનો,
અભય છે વૈરાગ્ય એકજ સંગ તજજે રાગને, ૩૫૧ સ્પષ્ટાર્થ –એક વખત ઘણી મુશ્કેલીમાં મળેલે મનુષ્ય ભવ જે ફેગટ ગુમાવી કાઢયે તો તે ફરીથી મળતું નથી. અથવા પુણ્યને ઉદય હોય તેજ મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. વળી કર્મને વિપાકે એટલે બાંધેલા અશુભ કર્મના વિપાક એટલે ઉદય કાળે ફળ રૂપે ભેગવાતાં તે બાંધેલા કર્મો ઘણું ભયંકર નીવડે છે. એટલે તે અશુભ કર્મોનો ઉદય ઘણે દુ:ખદાયી છે એવું જાણીને એક સમય પણ પ્રમાદ કરે નહિ. અથવા આળસુ બનવું નહિ. વળી ભેગમાં આસક્તિ રાખવી નહિ. કારણ કે ભેગમાં રેગન ભય છે અથવા ભેગેથી રેગની ઉત્પત્તિ થાય છે. એક વૈરાગ્યમાં જ અભય એટલે નિર્ભયપણું રહેલું છે કારણ કે વિરાગી જીવન ગાળનારને કેઈનો ભય નથી એવું જાણીને રાગની સબતનો ત્યાગ કરજો. એટલે હૃદયમાં રામ ધારણ કરે જ નહિ. ૩૫૧ રાગનાં કારણે જણાવી અનિત્ય શરીર દ્વારા નિત્ય ધર્મની સાધના કરવાનું જણાવે છે – રાગ કારણ દેહ રમણી દ્રવ્ય ભાવ વિચારીયે,
ધર્મ માટે દેહ જાણો દેહ કાજ ન ધર્મ એ; સ્થિરધર્મ સાધન અસ્થિર દેહે સાધીએ જિન ધર્મને,
દેહ કાજ ને હારીએ જાણે જ દુર્લભ ધર્મને. ઉપર ૫બ્દાર્થ –દેહ એટલે શરીર, રમણી એટલે સ્ત્રી અને ધન એ રાગનાં મુખ્ય કારણે છે. શરીર ઉપર મમતા ભાવ તે શરીરનો રાગ તથા સ્ત્રીને વિષે વિષય રાગ થાય છે અને ધનની ઉપર મમતા થાય છે, માટે શરીર સ્ત્રી ધન વગેરે રાગનાં સાધનો કહ્યાં છે. વળી દેહાદિની ક્ષણભંગુરતાને વિચાર કરો. આ શરીર ધર્મ સાધન કરવા માટે છે એમ જાણજે એટલે આ શરીરથી ધર્મ સાપન કરી લેવું જોઈયે. પણ શરીર માટે ધર્મ નથી. અથવા ધર્મ કરે તે શરીરને પોષવા માટે કરવાનો નથી. માટે અસ્થિર એટલે નાશવંત એવા આ શરીર વડે સ્થિર એવા ધર્મની સાધના કરી લેવી. પરંતુ શરીરને માટે એટલે શરીરને સાચવી રાખવા માટે ધર્મને હારી જ નહિ. એટલે આ નાશવંત શરીર વડે એટલે સધાય તેટલે ઘર્મ અવશ્ય સાધી લે. કારણ કે જિન ધર્મ પામ દુર્લભ છે. ૩૫ર જે રાગ અશુચિમય શરીરાદિ ઉપર છે તે રાગ જે ધર્મમાં હોય તે મિક્ષ સુલભ છે તે જણાવે છે –
અશુચિમય આ દેહ દેખી મૂઢજન રાગી થતા, - પણ વિચક્ષણ તે અસારે સારના ગ્રાહક થતા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org