________________
૧૯૬
[ શ્રીવિજયપધરિકૃતનજરે નજરે દેખાય અહીં દેહાદિનીજ અનિત્યતા,
સમય ઉંઘવાને નથી આ નિત્ય રહેવું ચેતતા. ૩૪૭ સ્પટાર્થ –આ દુનીયાના પદાર્થો નાશવંત છે તે જણાવતાં પ્રભુદેવ કહે છે કે જે પદાર્થ સવારમાં જોવામાં આવ્યા હોય છે તે બપોરે નાશ પામતાં જણાય છે. વળી જે બપોરે દેખવામાં આવે છે તે રાત્રીમાં નાશ પામે છે. અહીં શરીર વગેરેની અનિત્યતા તે નજરે નજર એટલે પ્રત્યક્ષ જણાય છે. જે માણસ સવારે સાજે તાજે હરતો ફરતે તંદુરસ્ત જણને હોય તેજ માણસ હાર્ટ ફેલ (હૃદય બંધ પડવું) વગેરે કારણથી બપોરે મરી ગયો એવું. આપણે સાંભળીએ છીએ અથવા નજરે જોઈએ છીએ. માટે આ મળેલો સમય ઉંઘવાને એટલે પ્રમાદમાં કાઢવાનો નથી એવું જાણીને ચેતતા રહેવું એટલે સાવધાન રહેવું જોઈએ અથવા દાનાદિ ધર્મ કાર્યો કરવામાં આળસ ન કરતાં તેમાં હંમેશાં ઉદ્યમ કરવું જોઈએ. ૩૪૭ આત્મહિત કોણે સાધ્યું તથા કણ સૂતેલા સારા, અને કેણ જાગતા સારા તે જણાવે છે – જન્મ ઘડપણ મરણ રાક્ષસ સર્વની કેડે પડયા,
ચેતનારા ચતુર પુરૂષે આત્મ હિત સાધી ગયા; સૂતા ભલા પાપી જને બહુ પાપ કરશે જાગતા,
જાગતા સારા જ ધમ ધર્મ કરશે જાગતા. ૩૪૮
સ્પટાર્થ –આ સંસારમાં જન્મ, ઘડપણ તથા મરણ રૂપી રાક્ષસે સર્વ સંસારી જેની પાછળ પડેલા છે. આ ત્રણે દરેક સંસારી જીવને પ્રાપ્ત થાય છે માટે જે સમજુ પુરૂષે ચેતીને ચાલે છે, એટલે મળેલા સમયમાં ધર્મ સાધે છે, તેઓ પિતાનું આત્મહિત (આત્માનું કલ્યાણ) કરી ગયા એટલે આત્માને દુર્ગતિમાં જ રેકી સગતિમાં ગયા છે. પ્રભુ દેવ કહે છે કે પાપી પુરૂષ તે સૂતાજ સારા, કારણ કે જે તેઓ જાગતા હશે તે ઘણું પ્રકારનાં પાપનાં કાર્યો કરશે અને ઉંઘતા હશે તે પાપ કાર્ય કરશે નહિ; માટે તેવા જીને ઉંઘતા સારા ગણ્યા છે. તેમજ પમી પુરૂષે જાગતા ભલા કહ્યા છે, કારણ કે તેઓ જાગતાં હશે ત્યારે અનેક પ્રકારે ધર્મને કરશે. એટલે તેવા પુરૂષે ઉંઘમાં ઘર્મ કરી શકતા નથી પરંતુ જાગતા હોય ત્યારે ધર્મ કરે છે, માટે ધમી પુરૂષે જાગતા સારા કહ્યા. ૩૪૮ કેનું પંડિતપણું ઉત્તમ ગણાય તે જણાવી સમયની દુર્લભતા જણાવે છે – ધર્મી જને પંડિત ભલા તારક થશે નિજ પર તણ,
પ્રતિ બુદ્ધ જીવન ધારજો આશ્રયથજો સદગુણતણ રને કરેડ આપતાં પણ ક્ષણ ગયેલે ના મળે,
એમ જણ ક્ષણ નકામો ના જવા દે મતિ બલે. ૩૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org