________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બી ] તે યાતા દેવકમાં કેવા સુખને અનુભવે છે? તે જણાવે છે – મહિમા અને સૌભાગ્યવંતા ચંદ્ર જેવી કાંતિને,
ધરતા તિહાં સુંદર તનુને અતુલ્ય દિવ્યાનંદને ચિરકાળ અનુભવતા જીવનના અંતમાં લહી અવનને,
ધર્મિષ્ટ કુલમાં જન્મ પામી સાધતા જિન ધર્મને ૩૪૫ સ્પષ્ટાર્થ:–મહિમાવાળા તથા સૌભાગ્યવાળા એટલે દેખવા માત્રથી પણ જે અન્યને પ્રિય લાગે તેવા તથા ચંદ્ર જેવી નિર્મલ કાન્તિને ધારણ કરતા તે ધર્મધ્યાનના કરનારા ભવ્ય જીવે દેવકને વિષે સુંદર શરીરને ધારણ કરે છે. અને ચિરકાળ એટલે ઘણુ લાંબા કાળ સુધી એટલે ઘણાં સાગરેપમ સુધી જેની તુલના થઈ શકે નહિ તેવા દિવ્ય આનંદને અનુભવે છે. એ પ્રમાણે સુખ પૂર્વક લાંબું દેવાયુષ્ય સંપૂર્ણ ભેળવીને જીવનના અંતે એટલે ચ્યવનના વખતે ચ્યવનને પામીને એટલે દેવલોકમાંથી આવીને ધર્મિષ્ટ્ર અને ઉત્તમ કુળમાં જન્મીને (મનુષ્ય થઈને) જિન ધર્મને સાધે છે. ૩૪૫ દેવકથી છેલ્લા ભવમાં આવેલા તે જીવનું સ્વરૂપ કહે છે – પુણ્યથી ગુરૂ દેશનાદિક સાધને વૈરાગ્યથી,
છડી કષાયે વિષયને વરબેધ દર્શન ચરણથી; વાસિત બની શિવમાર્ગ સાધી શુદ્ધ સાત્વિક ભાવથી, - ભરતચીતણું પરે સિદ્ધ થાય ક્ષેપક શ્રેણિથી. ૩૪૬
સ્પષ્ટાર્થ :–પહેલાના દેવભવ વગેરે માં બાંધેલ પુણ્યના ઉદયથી છેલ્લા ભવમાં ગુરૂને ઉપદેશ વગેરે સાધને પામીને, વૈરાગ્ય થવાથી ક્રોધાદિક કષાને તથા ઇન્દ્રિયેના વિષય જન્ય સુખોને ત્યાગ કરે છે. વળી વર બેધ એટલે ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી વાસિત થઈને શુદ્ધ એટલે નિર્મલ અને સાત્વિક ભાવથી મોક્ષ માર્ગની સાધના કરીને ક્ષપક શ્રેણિ માંડીને ભરતચકી વગેરેની જેમ આઠે કર્મોને ક્ષય કરીને મેક્ષ ગતિને પામે છે. આ પ્રમાણે તે જીવ સંસાર સમુદ્રને તરી જાય છે અને તેથી સઘળાં દુ:ખેને નાશ થાય છે. એમ શ્રી અજિતનાથ પ્રભુએ દેશનામાં જણાવ્યું. ૩૪૬ પદાર્થોનું અનિત્યપણું જણાવે છે – દેખાય જેહ સવાર પામે નાશ તેહ બરમાં,
દેખાય જેહ બરમાં તે નાશ પામે રાતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org