________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો] તેઓ શરીર વડે વિષય સુખને ભોગવે છે. તેથી તે દેવને સંકિલષ્ટ કમી એટલે સંકલેશ અથવા મલીન કર્મવાળા તીવ્રરાગી એટલે અત્યંત આસક્તિવાળા અને કામસંગી એટલે અત્યંત વિષય સેવન કરનાર કહ્યા છે. ત્યાર પછીના બે દેવલોક એટલે ત્રીજા સનકુમાર તથા ચોથા મહેન્દ્ર દેવલેકના દે દેવીઓના શરીરના સ્પર્શથી જ વિષય તૃમિને ધારણ કરે છે. અથવા તેને પહેલાના દેવેની જેમ કાયસેવા હેતી નથી. ૩૩૬ બે સ્વર્ગના રૂપ દેખતાં બે સ્વર્ગના શબ્દો સુણી,
આનતાદિક ચારના સુર ચિંતનાથી દેવીની; તૃપ્તિને ધરનાર કલ્પાતીત પ્રવીચારે કરી,
રહિત વૈમાનિક તણી બીના પ્રભુએ ઉચ્ચારી. ૩૩૭
સ્પષ્ટાર્થ –ત્યાર પછીના બે દેવલોકના દેવે એટલે પાંચમાં બ્રહ્મ દેવકના દેવે તથા છઠ્ઠા લાંતક દેવકના દેવ દેવીઓના રૂપને જોવા માત્રથી વિષય સુખની તૃપ્તિને અનુભવે છે. ત્યાર પછીના બે દેવલોક એટલે સાતમા મહાશુક દેવકના દેવો તથા આઠમા સહસ્ત્રાર દેવલોકના દેવ દેવીઓના મનહર શબ્દો સાંભળીને જ વિષયની તૃપ્તિ અનુભવે છે. વળી આનતાદિ ચાર દેવલોક એટલે નવમા આનત દેવલોકના દેવ, દશમા પ્રાણુત દેવલેકના દેવ, અગિઆરમાં આરણ દેવકના દેવો તથા બારમા અચુત દેવલોકના દેવ દેવીનું મનમાં ચિંતન કરવા માત્રથી વિષય તૃતિને અનુભવે છે. એટલે ઉપર ઉપરના દેવોને ઓછો ઓછો કામ વિકાર હોય છે. હવે કપાતીત દેવો એટલે નવ રૈવેયકના દે તથા અનુત્તર વિમાનવાસી દેવે પ્રવીચાર રહિત એટલે વિષય સુખની ઈચ્છાથી રહિત છે. અને વિષયની ઈચ્છાવાળા દેથી અનંતગુણ અધિક સુખને ભેગવે છે. આ હકીકતમાંથી એ બધ મળે છે કે—જેમ જેમ વિષય કષાય ઓછા થાય, તેમ તેમ વધારે પ્રમાણમાં સુખ શાંતિનો અનુભવ થાય. વ્યાજબી જ છે કે, જેટલે અંશે પુદગલ રમણતા ઘટે, તેટલે અંશે નિજ ગુણ રમણુતા જરૂર વધે જ. ૩૩૭ હવે વૈમાનિક દેવને વિષે શરીર વગેરેનું સ્વરૂપ ચાર લેકમાં જણાવે છે – વૈમાનિકે દેહાદિ ઘટના આ પ્રસંગે જાણિયે,
દેહ ત્રણ સગ હાથ મૂલ તનુ ઈશાન સુધી ધારિયે; છપાંચ ચઉત્રણ બેઉ ઈગ કરવાર ત્રણદુ દુ સ્વર્ગમાં,
આનતાદિ ચતુષ્ક ગ્રેવેયક અનુત્તર સ્વર્ગમાં ૩૩૮ સ્પષ્ટાર્થ –હવે વૈમાનિક દેવને વિષે દેહાદિ ઘટના એટલે શરીર વગેરેની વિચારણા આ પ્રમાણે જાણવી. આ દેવોને વૈક્રિય તૈજસ અને કાર્મણ એ ત્રણ શરીરે હોય છે. તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org