________________
૧૮૦
. [ શ્રી વિજય પ્રસૂરિકૃતતીર્થંકરાદિક ચાર ચાર જઘન્ય જંબુદ્વીપમાં,
ચોત્રીશજિન ત્રીશ પાર્થિવે ઉત્કૃષ્ટથી એ દ્વિીપમાં એથી દગુણ જિન આદિ ધાતકીખંડ તિમ પુષ્કરાર્ધમાં,
* અધલેક તિલકની બીના કહી સંક્ષેપમાં. ૩૧૦ સ્પટાર્થ:--જંબૂ દ્વિીપમાં જઘન્યથી ચાર તીર્થકર, ૪ ચકવર્તી, ૪ વાસુદેવ, ૪ બલદેવ વગેરે હોય છે. અને ઉત્કૃષ્ટથી એટલે વધારેમાં વધારે ૩૪ ર્થિક વિચરતા હોય છે. અને તે આ પ્રમાણે -મહાવિદેહ ક્ષેત્રની ૩ર વિજયમાં એક એક તીર્થકર હોય તેથી ૩૨ અને ભરત ક્ષેત્ર તથા અરવત ક્ષેત્રમાં એક એક હોવાથી કુલ ૩૪ તીર્થકરે હોય છે. પરંતુ ચકવર્તી, વાસુદેવ વગેરે ઉત્કૃષ્ટથી ૩૦ હોય છે. કારણ કે જ્યાં વાસુદેવ હોય ત્યાં ચકવર્તી હાય નહિ તેમજ જ્યાં ચકવતી હોય ત્યાં વાસુદેવ ન હોય. ઉપર કહેલ ૩૪ વિજયેમાં ઓછામાં ઓછા ૪ વાસુદેવે તે હોય છે, માટે બાકીના ૩૦ વિજ્યમાં ૩૦ ચક્રવર્તી હેય. તેમ તે ૩૪ વિજમાં ઓછામાં ઓછા ૪ ચક્રવર્તી હેય તેથી !ાકીના ક્ષેત્રમાં વાસુદેવ હોય તે પણ ૩૦ હોય. આ જંબૂ દ્વીપના તીર્થકરાદિકની સંખ્યા કરતાં ઘાતકી ખંડ તથા પુષ્કરાર્ધમાં તેમની કામણું બમણી સંખ્યા જાણવી. તેથી વધારેમાં વધારે ઉત્કૃષ્ટ કાલે તીર્થકરે ૧૭૦ હોય છે. અને ઓછામાં ઓછા ૨૦ હોય છે. એ પ્રમાણે અલોક તથા તી છલોકની હકીક્ત ટુંકાણમાં કહી. ૩૧૦ હવે ઊર્વ લોકનું પ્રમાણ તથા તેમાં રહેતા દેવેના પ્રકારે ત્રણ શ્લોકમાં જણાવે છે – ઉપર તિછલકની વળી ને નવશત જને,
ઉર્વલેકે વિશાલ દ્ધિક સાત રાજ પ્રમાણ એ; ભેદ કાપપન્ન કલ્પાતીત વૈમાનિક તણ,
સૌધર્મ સ્વર્ગાદિક દુવાલસ ભેદ કપિપત્રના. ૩૧૧ પટાર્થ--તાછલોકની ઉપર નવસે જન ન્યૂન સાત રાજ પ્રમાણ વિશાળ અદ્ધિ' વાળ ઉદ્ઘ લોક આવેલો છે. વિશાલ દ્વિવાળે કહેવાનું કારણ એ છે કે અહીં અનેક - પ્રકારના રત્નમય વિમા વગેરે ઉત્તમ પદાર્થો રહેલા છે. આ ઉર્વલોકમાં દેવતાના ચાર
ભેદમાંથી છેલ્લા ભેદવાળા એટલે વૈમાનિક દે રહે છે. તેઓ વિમાનમાં રહેતા હોવાથી વૈમાનિક કહેવાય છે. આ વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદ છે. પહેલો કપિપન્ન નામે ભેદ છે અને બીજે કલ્પાતીત નામને ભેદ છે. તે કપ પન્ના ભેદમાં સૌધર્મ વગેરે બાર દેવલોકના દેવેને સમાવેશ થાય છે. સૌપામ વગેરે બાર દેવલોકના નામે આ પ્રમાણે જાણવા- ૧ સૌધર્મ દેવલોક, ૨ ઈશાન દેવલોક, ૩ સન-કુમાર, ૪ માહેંદ્ર પ બ્રહ્મ, ૬ લાંતક, ૭ શુક, ૮ સહસાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ ૧૨ અયુત. ૩૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org