________________
૧૭૨
- [ શ્રોવિજ્યપદ્ધસૂરિકૃતમનુષ્યને હોય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યને મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાને હોય છે. મિથ્યાદષ્ટિ મનુષ્યને મતિ અજ્ઞાન વગેરે ત્રણ અજ્ઞાને હોય છે, તથા સત્યમયેગ વગેરે પંદર વેગે, તથા પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનના ઉપયોગ મળી બારે ઉપયોગ સામાન્યથી મનુષ્યના દંડકમાં હોય છે. વળી ઉપજવાની તથા મરવાની સંખ્યા જઘન્યથી એક, બે, ત્રણની જાણવી. ૨૮૯
ઉત્કૃષ્ટ સંખ્યા અસંખ્ય વિરહ એક સમય જઘન્યથી,
ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત ત્રણ પલ્યાયુ પણ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જન્યથી પર્યાપ્તિ ષટ દિશિ ષટ તણે,
આહાર સંજ્ઞા બે ગતિ ચોવીશ દંડકમાં મુ. ૨૦ સ્પષ્ટાથે–વળી તે મનુષ્યમાં ઉત્કૃષ્ટથી ઉપજવાની તથા મરવાની સંખ્યા સંખ્યાતી અસંખ્યાતી જાણવી. પરંતુ ગર્ભજ મનુષ્યોની સંખ્યા તે સંખ્યાતી જ જાણવી. કારણ કે મજ મનુષ્ય સંખ્યાતાજ છે. હવે ઉપજવાને તથા મરવાને વિરહ કાલ કહે છે. તેમાં જઘન્યથી એક સમયને વિરહકાલ છે. એટલે એક સમય સુધી મનુષ્યમાં કઈ ઉપજે નહિ તેમજ એક સમય સુધી કઈ મરે નહિ. પરંતુ એક સમય પછી કેઈનું જન્મ મરણ થાય. અને ઉત્કૃષ્ટથી બાર મૂહૂર્તને વિરહકાલ અથવા જન્મ મરણનું આંતરૂં જાણવું. એટલે મનુષ્યમાં કેઈ ન ઉપજે કે ન મરે તે કાલ વધારેમાં વધારે ૧૨ મુહૂર્તને જાણ, વળી મનુષ્ય નું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પપમનું તે યુગલિયાની અપેક્ષાએ જાણવું, અને જઘન્ય આયુષ્ય અન્તમુહૂર્ત પ્રમાણ જાણવું. આહાર વગેરે છએ પર્યાપ્તિઓ તેમને હોય છે. તથા પૂર્વાદિ છએ દિશાને આહાર અને દીર્ધકાલિકી તથા દષ્ટિવાદેદેશિકી એ બે સંજ્ઞાઓ હોય છે. મનુષ્યની ગતિ અથવા મરીને જે ઉપજવું તે વીસે દંડકમાં થાય છે. તે ૨૪ દંડકે આ પ્રમાણે–૧૦ ભુવનપતિ, ૧ વ્યંતર, ૧ તિષિ અને ૧ વૈમાનિક એ પ્રમાણે ૧૩ દંડક દેવતાના, પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરના પાંચ મળી ૧૮ દંડક થયા. ને ત્રણ વિકલેન્દ્રિયના ત્રણ મળી ૨૧ દંડકે. તેમાં નારકીને ૧ દંડક, મનુષ્યને ૧ દંડક, તથા તિર્યંચ પંચેન્દ્રિયને એક દંડક એ ત્રણ ઉમેરવાથી ૨૪ દંડક જાણવા. ૨૯૦
આગતિ બાવીશ દંડકથી ત્રણે વેદ ભણ્યા,
બાવીશ દ્વારે જિમ ઘટે તિમ બુદ્ધિથી જ ઘટાવવા; - જેમ કેવલ નાણું ચોથું નાણું વિરતિવંતને,
દેહ આહારક તથા ઉત્કૃષ્ટ આયુ યુગલિને. ૨૯૧ સ્પષ્ટાથ –હવે મનુષ્યમાં આગતિ કહે છે-ઉપરના લેકમાં જણાવેલા ૨૪ દંડકમાંથી તેઉકાય અને વાઉકાય એ બે સ્થાવરના દંડકે સિવાય બાકીના ૨૨ દંડકના છ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ફકત તેઉકાય અને વાઉકાય છે મરીને મનુષ્યમાં ઉપજતા નથી. વળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org