________________
૧૬૨
[ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
છે. તેમાં રહેલા વાયુના ખળભળાટથી આ વેલની વૃદ્ધિ થાય છે. એટલે પાણીની વેલ
વધવા માંડે છે. ૨૬૬-૨૬૭
કાલાદિ અમર તિહાં રહે તે કલશર્કરા આંતરે,
સહસ સગ શત આઠ ચેારાશી કલાનાના ખરે;
Jain Education International
સહસ ખેતાલીશ નાગકુમાર અંદર વેલને,
ધારતા તિમ સહસ વ્હેતેર બ્હાર ભાગે વેલને, ૨૬૮
સ્પષ્ટા :——હવે આની ચાર દિશામાં આવેલા ચાર પાતાલ કલશાનું વર્ણન કરે છે:–આ કલશાની ઠીકરી વજામય છે, તે એક લાખ યોજન ઉંચા છે. વચમાં પહેાળાઇ પણ એક લાખ યોજનની છે. તથા ઉપર અને નીચે દશ હજાર યોજન પહેાળા છે. પૂર્વ દિશામાં વડવામુખ, દક્ષિણમાં કેયૂપ, પશ્ચિમમાં ધૂપ અને ઉત્તરમાં ઈશ્વર પ્રમાણે તે પાતાલ કલશાનાં નામ છે. તેમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ છે. વચલા ત્રીજા ભાગમાં પાણી તથા વાયુ છે. અને ઉપરના ત્રીજા ભાગમાં પાણી છે. આ પાતાલ કલશાના અધિપતિ દેવા અનુક્રમે કાલ, મહાકાલ, વેલમ અને પ્રભજન એ નામના છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમનું છે. આ ચાર મુખ્ય પાતાલ કલશના આંતરામાં સાત હજાર આઠસે ને ચેારાસી (૭૮૮૪) નાના પાતાલ કળશેા રહેલા છે. આ નાના પાતાલ કલશા એક હજાર યોજન ઉંચા છે. વચમાં પહેાળાઈ પણ એક હજાર યોજનની છે. ઉપર નીચે એક સા યોજન જેટલા પહેાળા છે. આ શિખાની ઉપર વપતી વેલને પંદરની માજુએ બેતાલીસ હજાર નાગકુમાર દેવા ધારી રાખે છે એટલે કે છે. અને છાહારની બાજુએ વધતી વેલને મ્હાંતેર હજાર નાગકુમાર દેવા રોકી રાખે છે. ૨૬૮
મધ્યમાં ઉડતી શિખા તમ ઉપરની બે ગાઉની,
વેલને સુર સહસ સાથે શકતા તસ પાણિની; ગેાસ્તૂપ આદિક ચાર વેલધર ગિરિ અહી... દીસતા, ચાર દેવા ત્યાં વસે ગાસ્તૂપ આદિક ભાસતા. ૨૬૯
સ્પષ્ટાઃ——શિખાના મધ્ય ભાગમાં બે ગાઉ સુધી વધતી તેની પાણીની વેલને સાઠ હજાર નાગકુમાર દેવે શકે છે, અહીં લવણુ સમુદ્રમાં ૧૨ હજાર ચેાજન જઇએ ત્યારે ગાસ્તૂપ વગેરે ચાર એટલે ગાસ્તૂપ, ગભાસ, શંખ અને ઢગસીમ એ નામના ચાર વેલ પર પર્વતે આવેલા છે. અને તે વેલ ધર પવ તાને વિષે અનુક્રમે ગાસ્તૂપ, શિવદેવ, શંખ અને મનાશીલ એ નામના ચાર દેવા વસે છે. ૨૬૯
ચ અનુવેલ ધરા તે ગિરિ સુરા ચારે વસે,
ચંદ્ર હ્રાપ એ પૂર્વ વિદિશિ સૂર્યદ્વીપ પશ્ચિમ વિષે;
For Personal & Private Use Only
www.jainelibrary.org