________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
વ્યંતરદેવના મુકુટના ચિહ્ન જણાવે છે-- કદંબચિહ્નિત છે પિશાચે સુલસચિહિત ભૂત સુરે,
ખટ્વાંગ ચિહિત રાક્ષસ વટ ચિહ્ન યક્ષ વ્યંતરે અશક ચિહ્નિત કિનારે કિપુરૂષ ચંપક ચિહિતા,
મહેરિંગનું નાગડુ ગંધર્વ તુંબરૂ ચિહ્નિતા. ૨૧૨ સ્પષ્ટાર્થ:–પિશાચ જાતિના દેવ ચન્તર દેવનો પ્રથમ ભેદ જાણ. તે પિશાચે કદંબ નામના વૃક્ષના ચિન્હવાળા હોય છે. તથા બીજા ભૂત જાતિના દેવે સુલસ નામના વૃક્ષના ચિન્હવાળા જાણવા. રાક્ષસે નામને વ્યન્તરને ત્રીજો પ્રકાર ખટ્વાંગ એટલે તાપસના ઉપકરણનાં ચિન્હવાળો જાણવો. યક્ષો એ વ્યક્તોને ચોથે ભેદ છે. અને તેમને વડના વૃક્ષનું ચિન્હ જાણવું. પાંચમા કિન્નર જાતના વ્યન્તરે અશોક વૃક્ષના ચિન્હવાળા જાણવા. અને કિપુરૂષ નામના છઠ્ઠા પ્રકારના વ્યન્તરે ચંપક વૃક્ષના ચિન્હવાળા હોય છે. મહારગ નામે સાતમા પ્રકારના વ્યન્તરે નાગ નામના વૃક્ષના ચિન્હવાળા જાણવા. તથા ગંધર્વ જાતિના આઠમા પ્રકારના વ્યન્તરે તુંબરૂ નામના વૃક્ષના ચિન્હવાળા જાણવા. એ પ્રમાણે આઠ પ્રકારના વ્યન્તરે તથા તેમનાં ચિહે કહ્યાં. ૨૧૨ હવે બે કેમાં વ્યંતરના વીશ ઈદ્રિોના નામ વગેરે જણાવે છે-- કાળ તિમ મહાકાળ ઈકપિશાચના તિમ ભૂતના,
સુરૂપ તિમ પ્રતિરૂપ પૂરણ માણિભદ્રો યક્ષના રાક્ષસેના ભીમ મહાભીમ બેઉ તિમ કિનર તણું,
કિંનર કિંપુરૂષો તથા જિંપુરૂષ વ્યંતર દેવના. ૨૧૩ સ્પષ્ટાર્થ –હવે વ્યન્તરના ઈન્દ્રોનાં નામ જણાવે છે–પિશાચના કાળ તેમ મહાકાલ નામના બે ઈન્દ્રો છે. ભૂતના સુરૂપ તથા પ્રતિરૂપ નામે બે ઈન્દ્રો છે. યક્ષના પૂરણું તથા મણિભદ્ર નામના બે ઈન્દ્રો છે. રાક્ષસના ભીમ તથા મહાભીમ એ નામના બે ઈન્દ્રો જાણવા. તથા કિન્નરના કિન્નર તથા જિંપુરૂષેન્દ્ર એ બે ઈન્દ્રો જાણવા. તથા કિપરૂષ નામના વ્યન્તર દેના બે ઈન્દ્રોનાં નામ ૨૧૪મા લેકમાં જણાવે છે. ૨૧૩ સહુરૂષ મહાપુરૂષ ઈકો તિમ મહારગ દેવના,
અતિકાય વલિ મહાકાય ઈન્દ્રો તેમ ગધ તણ ગીતરતિ તિમ ગોતયશા સર્વ સેલ ઈકો જાણિયે,
બૃહત્સગ્રહણ થકી અવશિષ્ટ ભાવ વિચારીએ, ૨૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org