________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
૧૩૭
સ્પાર્થ:- એ ભુવનાને વિષે દક્ષિણના અર્ધ ભાગમાં તથા ઉત્તરના અધ ભાગમાં ભુવનપતિ દેવા રહે છે. આ ભુવનપતિ દેવાના દશ ભેદમાં પ્રથમ અસુર કુમાર નિકાય નામે ભેદ છે. તે દેવાના મુગટને વિષે મુકુટમણિ અથવા ચૂડામણિનુ ં ચિહ્ન છે. બીજા નાગકુમાર નિકાય નામના જીવનપતિના ભેદમાં ફણાથી સહિત નાગનું ચિહ્ન છે. ત્રીજા વિદ્યુકુમાર નિકાય નામના ભુવનપતિના દેવાના મુકુટા વાના ચિહ્નવાળા કહેલા છે. ચાથા સુપ(૧)ણું કુમાર નિકાયના દેવાના મુકુટમાં ગરૂડ પક્ષીનું ચિહ્ન હોય છે. તથા અગ્નિકુમાર નિકાય દેવાના મુકુટમાં ઘટનું ચિહ્ન કહે છે. એ પ્રમાણે ભુવનપતિના મૂલ દશ ભેદમાંથી પાંચ દેવાના મુકુટના ચિહ્નો કહ્યા. ૨૦૭
ભુવનપતિના વીશ ઈન્દ્રોના નામ વગેરે ખીના ત્રણ શ્લાકમાં જણાવે છે-અશ્વ ચિહ્નિત વાયુસર વર્ધમાન ચિહ્નિત સ્તનિત એ, મકર ચિહ્નિત ઉદધિ કેસરી ચિહ્ન દ્વીપ કુમાર એક હસ્તિ ચિહ્નિત દિશિકુમારા ચમર અલિ હરિ અસુરના,
R
ધરણ ભૂતાનંદ ઈન્દ્રો બેઉ
નાગકુમારના
૨૦૮
સ્પષ્ટા :-વાયુકુમાર દેવાના મુકુટમાં ઘેાડાનુ ચિહ્ન હેાય છે. તથા સાતમા સ્તનિતકુમાર નિકાયના દેવાના મુકુટમાં વર્ધમાન એટલે શરાવ સંપુટનુ ચિહ્ન હાય છે. વળી ઉદધિકુમાર દેવાના મુકુટમાં મગરનું ચિહ્ન વ્હાય છે. તથા નવમા દ્વીપકુમાર નિકાયના દેવાના મુકુટમાં કેસરી એટલે સિંહનું ચિહ્ન હેાય છે. તથા દિશિકુમાર દેવાના મુકુટમાં હસ્તિ એટલે હાથીનું ચિહ્ન હાય છે. એ પ્રમાણે ભુવનપતિના દશે ભેદોના નામ તથા ચિહ્ન કહ્યાં. આ દશે ભુવનપતિમાં બે ઈન્દ્રો હોવાથી ભુવનપતિમાં કુલ વીસ ઈન્દ્રો છે. તેમનાં નામ અનુક્રમે જણાવે છે:–અસુરકુમાર નિકાયમાં દક્ષિણે ચમરેન્દ્ર અને ઉત્તરે અલીન્દ્ર રહે છે. નાગકુમારને વિષે દક્ષિણમાં ધરણેન્દ્ર અને ઉત્તરમાં ભૂતાનેન્દ્ર રહે છે. ૨૦૮.
Jain Education International
વિદ્યુત્સુમારે હરિ હરિસ્સહ ને સુપર્ણ કુમારના, વેણુદેવ વિલ વણુદારી તેમ અગ્નિકુમારના; અગ્નિશિખ વલિ અગ્નિમાવ તેમ વાયુકુમારના,
ઈંદ્ર વેલબ પ્રભજન તેમ સ્વનિંત કુમારના, ૨૦૯
For Personal & Private Use Only
www.jainelibrary.org