________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બોજો]
૧૪ છે. તથા ઉત્તર વૈક્રિય શરીર એક લાખ જે જન પ્રમાણ ઉત્કૃષ્ટથી જાણવું. તથા મૂલ વૈકિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. આ વ્યન્તર દેવેને દશ તથા સેળ સંજ્ઞાઓ હોય છે. સમચતુરસ્ત્ર નામનું પહેલું સંસ્થાન હોય છે. ક્રોધ માન માયા લેભ એ ચારે કષાય તેમજ કૃષ્ણ નીલ કાપત અને તે એ ચાર લેશ્યાઓ હોય છે. ૨૧૭ પાંચ ઇંદ્રિય સમદુધાતે પાંચ દષ્ટિ ત્રણ અને,
દર્શને ત્રણ જ્ઞાન ગણ ભૂલે ન ત્રણ અજ્ઞાનને અમીયાર યોગો તેમ નવ ઉપગ સંખ્યા અસંખ્ય એ,
ઉપપાત ચ્યવને વીશ મુહુર્ત વિરહ વિચારીએ. ૨૧૮ સ્પષ્ટાર્થ-આ વ્યન્તર દેવને ઈન્દ્રિયે પાંચે હોય છે. વેદના સમુઘાત, કષાય સમુદુઘાત, મરણ સમુઘાત, વૈક્રિય સમુઘાત અને તેજસ સમુઘાત એ પાંચ સમુદ્યા હોય છે. અને સમકિત દષ્ટિ, મિશ દષ્ટિ અને મિથ્યા દષ્ટિ એ ત્રણ દષ્ટિ હોય છે. ચક્ષુ અચક્ષુ અને અવધિ એ ત્રણ દશન હોય છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમકિતી વ્યન્તને તથા મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વી વ્યક્તિને હોય છે. મનના ચાર યુગ, વચનના ચાર પેગ અને વૈક્રિયાગ, વિકિયમિશ્ર યોગ અને કામણ યોગ એ ત્રણ કાયાના ગે એમ કુલ અગિઆર ગે હોય છે. ત્રણ દર્શન, ત્રણ અજ્ઞાન અને ત્રણ જ્ઞાન એમ નવ ઉપગ હોય છે. ઉપજવાની તથા મરણની સંખ્યા સંખ્યાતા અથવા અસંખ્યાતા જેટલી જાણવી. તથા ઉતકૃષ્ટથી વિરહ કાલ
વીસ મુહૂર્તને જાણવો એટલે વધારેમાં વધારે એટલા વખત સુધી કોઈ જીવ વ્યક્તરમાં ઉત્પન્ન થાય નહિ. ૨૧૮ જઘન્ય એક ક્ષણ તથા ઉપપાત ચ્યવને એક બે,
ત્રણ લધુ સંખ્યા સહસ દસ વર્ષ લધુ આયુ હવે ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ હૃદયમાં ધારીએ,
પર્યાપ્તિ ષટ આહાર છદિસિ દીર્ઘ કાલિકી માનીએ. ૨૧૯ સ્પષ્ટાઈ–વ્યન્તર દેવેમાં ઉપપાત અને ચ્યવનને અંગે જઘન્ય વિરહાકાલ એક સમય પ્રમાણ જાણો. એટલે વ્યન્તરમાં કઈ જીવ ન ઉપજે તે જઘન્યથી એક સમય ન ઉપજે અને પછીના સમયે પાછા કઈ જીવ વ્યન્તરમાં ઉપજે. જઘન્યથી ઉપપાત એટલે ઉપજવાની સંખ્યા એક બે ત્રણ જેટલી જાણવી. મરણ પામનારની જઘન્ય સંખ્યા પણ તેટલી જ જાણવી. આ દેવનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષ પ્રમાણ જાણવું. અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું જાણવું. આહાર પર્યામિ વગેરે છએ પર્યાપ્તિ હોય છે. તથા પૂર્વ દિશા વગેરે ૬ એ દિશાઓને આહાર હોય છે. તેમજ દીર્ઘકાલિકી નામની સંજ્ઞા તેમને હોય છે. ૨૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org