________________
શ્રી શના ચિંતામણિ ભાગ બીજો ] ચારણ વિગેરેને આપવાથી સર્વત્ર યશ ફેલાય છે. દાન કેઈ પણ સ્થાને નિષ્ફળ થતું નથી. તેમાં પણ સુપાત્રને દાન આપવાથી વિશેષ કલ્યાણકારી થાય છે. કહ્યું છે કે
जले तैलं खले गुह्यं, पात्रे दानं मनागपि ।
प्राज्ञे शास्त्रं सतां प्रीतिविस्तारं यात्यनेकपा ॥१॥ અર્થ–“જળમાં તેલ, ખળ પુરુષમાં છાની વાત, સુપાત્રમાં થોડું પણ દાન, ડાહ્યા પુરુષમાં વિદ્યા અને પુરુષ સાથે પ્રીતિએ અલ્પ હોય છે તે પણ અનેક પ્રકારે વિસ્તાર પામે છે.” ૧
અહીં કોઈ શંકા કરે કે–પાત્ર અને અપાત્રને વિચાર તે પણ માણસ કરે છે, પણ ઉદાર માણસ કરતા નથી. તે વિષે કહ્યું છે કે
पत्त परिक्खह किं करूं, दिजे मग्गंताहिं ।
किं वरिसंतो अंबुहर, जोवे सम विसमाई ॥ १ ॥ અર્થ–પાત્રની પરીક્ષા શામાટે કરવી ? જે માગે તેને આપવું; કેમકે શું મેઘ સમ વિષમ પ્રદેશ જઈને વૃષ્ટિ કરે છે? ના, ના, સર્વત્ર કરે છે.” ૧ આ શંકાને ઉત્તર
वरिसो वरिसो अंबुहर, वरसीडां फल जोइ। धंतुरे विष इक्खुरस, एवडो अंतर होय ॥१॥
હે વરસાદ! ભલે, તું ગમે ત્યાં વરસ, પણ વરસ્યાનાં ફળ જો; ધંતુરામાં તે તારા જળથી વિષ ઉત્પન્ન થશે, અને શેરડીમાં ઇક્ષુરસ ઉત્પન્ન થશે. એટલું પાત્રને અપાત્રમાં અંતર પડશે.”
સુપાત્રદાન ઉપર દષ્ટાંત. पात्रे यच्छति यो वित्तं, निजशक्त्या मुभक्तितः।
सौख्यानां भाजनं स स्याधथा धन्योऽभवत्पुरा ॥१॥ અર્થ—“જે મનુષ્ય પિતાની શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક પાત્ર વિષે દાન આપે છે તે ધનાની જેમ સર્વ સુખનું સ્થાન થાય છે. ”
ધનાનું દષ્ટાંત પૃથ્વીપુર નામના નગરથી એક વણિક પિતાના કુટુંબ સહિત દૈવયેગે પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં આવ્યું. તેના કુળમાંથી એક ડેશીને કરે લેકેનાં વાછરડાં ચારીને નિર્વાહ કરતે હતે. એક દિવસ કોઈક પર્વ હોવાથી દરેક ઘેર ખીરનું ભજન કરતા લેકેને જોઈને તે છોકરાને ખીર ખાવાની ઈચ્છા થઈ. તેથી તે ઘેર આવીને પોતાની માને વારંવાર કહેવા લાગ્યું કે “મને ખીર આપ.” કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org