________________
૧૨૮
[ શ્રીવિજય પવાસરિકૃત- આ વૃત્તાંત ધનસારે સાંભળે, તેથી લેકે પાસે ધનાની નિંદા કરતા કરતા તે ધનાને ઘેર ગયા. ધનાએ પિતાની ઓળખાણ આપી નમસ્કાર કરીને તેમને ઘરમાં રાખ્યા. એવી જ રીતે અનુક્રમે પિતાની મા તથા મેટા ભાઈઓને પણ સત્કાર કરીને ઘરમાં રાખ્યા. પછી તે મોટા ભાઈઓની ત્રણ વહુઓ રહી. તેમણે વિચાર્યું કે-“આપણા સાસુ સસરાને તથા સ્વામીને ધનાએ કેદ કર્યા છે, માટે તેની ફરિયાદ કરવા માટે આપણે શતાનીક રાજાની સભામાં જઈએ.” આમ નિશ્ચય કરીને તે વહુઓએ રાજસભામાં જઈ રાજાને આશીર્વાદ દઈને કહ્યું કે-“અમે ઉદરનિર્વાહ માટે તમારા નગરમાં આવ્યાં છીએ. પરંતુ તળાવ ખોદાવનાર ધનાએ અમારા આખા કુટુંબનું હરણ કર્યું છે, તેને જીવતું રાખ્યું છે કે મારી નાંખ્યું છે તેની પણ ખબર નથી, માટે હે પાંચમા લોકપાળ ! તમે તેની શોધ કરે.” આવી ફરિયાદ સાંભળીને શતાનીક રાજાએ પિતાના સેવકને મોકલી ધનાને કહેવરાવ્યું કે આ ફરિયાદણના કુટુંબના માણસને જલદી છોડી મૂકે.” ધનાએ જવાબમાં કહેવરાવ્યું કે-“હું કદાપિ અન્યાય કરુંજ નહિ, અને કદાચ કરું તે તેમાં રાજાને વચમાં આવવાની શી જરૂર છે?” આ પ્રમાણેના તેનાં ગર્વિષ્ટ વચન સાંભળીને તે જમાઈ હતા, તે પણ તેને હણવા માટે રાજાએ સેના મોકલી. અને પુણ્યશાળી હવાથી લડાઈમાં જય પામ્યું, ત્યારે પ્રધાને રાજાને વિનંતિ કરી કે–“હે રાજેદ્ર! આ ધને કદાપિ અનીતિ કરે તેવો નથી, મહા ધર્માત્મા છે, અને પરસ્ત્રીને સહદર છે. માટે આ સ્ત્રીઓને જ વિશેષ પૂછવાથી કાંઈક ખબર પડશે.” એમ કહી રાજાના મનને શાંત કરી પ્રધાનોએ તે સ્ત્રીઓને પૂછયું કે“ધના નામને તમારે કઈ સ્વજન છે?” તેઓ બોલી કે–“હા અમારે દિયર ધના નામે હતે. પણ તે ઘરની સમગ્ર લક્ષ્મીને ત્યાગ કરી અમને મૂકીને કયાંક જતો રહેલે છે. તે જીવે છે કે નહિ તેની પણ અમને ખબર નથી.” પ્રધાને એ પૂછયું કે-“તમે તમારા દિયર ધનાના શરીરનું કાંઈ પણ ચિન્હ જાણે છે?” તેઓ બેલી કે-“હા, તે
જ્યારે નાના હતા ત્યારે તેને નવરાવતાં અમે તેના પગમાં પદ્મનું ચિન્હ જોયું હતું.” તે સાંભળીને પ્રધાને ત્યાં બોલાવ્યા. બને ત્યાં આવી પોતાની ભાભીઓને, નમીને બેલ્યો કે–“શું ! શ્રેણિક રાજાની પુત્રીના પતિ ઘનાને ધારીને તમે મને બોલાવ્યો છે?” તે સ્ત્રીઓ બેલી કે-“અમે ભક્તિપૂર્વક તમારા પગ ધોઈને અમારા દીયર તમે છો કે નહિ, તેની ખાત્રી કરીશું, ” દાનાએ કહ્યું કે–પરસ્ત્રીને સ્પર્શ કરવાથી પાપ લાગે છે, હું પરસ્ત્રી સાથે બોલતે પણ નથી, તો સ્પર્શની તો વાત જ શી કરવી ?” પછી પ્રધાનના અને રાજાના કહેવાથી ધનાએ હાસ્ય કરવું તજી દઈને પોતાની ભાભીઓને આદરસત્કાર પૂર્વક પિતાને ઘેર મોકલી. પછી પિતાના પાંચસૅ ગામે પોતાના ભાઈઓને આપી અને પત્નીઓને સાથે લઈને ઘને રાજગૃહ નગરે ગયે. ત્યાં બીજા શ્રેષ્ઠીઓની ચાર કન્યાઓને તે પરણ્ય. આ પ્રમાણે ધનાને આઠ સ્ત્રીઓ થઈ.
અહીં નાના ભાઈઓએ પાંચસેં ગામમાં અહંકારથી પિતાની આજ્ઞા પ્રવર્તાવી. તેમના દુર્ભાગ્યવડે તે બધા ગામમાં દુકાળ પડે; લેકે કાગડાની જેમ નાસી ગયા. પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org