________________
૧૯
થી દેશના ચિંતામણિ ભાગ બીજો ] તે દુર્ભાગી ત્રણે ભાઈઓ ઘઉંના પિઠીયા ભરીને રાજગૃહ નગરીમાં વેચવા માટે આવ્યા. ધનાએ તેમને જોયા એટલે તેમને સત્કાર કરીને પિતાને ઘેર લઈ ગયે. પરંતુ તેમને નાના ભાઈને ઘેર રહેવાનું પસંદ પડયું નહિ. તેથી તેઓના કહેવાથી ધનાએ સર્વ દ્રવ્યના સરખા ભાગ પાડી તેમને ચૌદ ચૌદ કરેડ સેનામહારે આપી. તે દ્રવ્ય લઈને તેઓ નગર બહાર જતા હતા તેવામાં ગામના સીમાડામાંજ ધનના અધિષ્ઠાયક દેવેએ તેમને રોક્યા, અને કહ્યું કે-“આ ધન તમારા ભાગ્યનું નથી. એ ધનને ભોક્તા તે ભાગ્યશાળી ધજ છે.” આવાં વચને સાંભળીને તેઓ ગર્વ રહિત થયા, અને પાછા વળીને ધનાને શરણે ગયા. ધનાએ સત્કાર કરીને તેમને ઘરમાં રાખ્યા, એટલે તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા.
એકદા ચાર જ્ઞાનને ધારણ કરનારા ધર્મઘોષ નામના સૂરિ ત્યાં પધાર્યા. ધને પિતાના ભાઈઓ સહિત સૂરિને વાંદવા ગયે. સૂરિને વાંદી દેશના સાંભળીને ધનાએ નમ્રતા પૂર્વક પૂછયું કે-“હે ભગવાન! મારા ત્રણે ભાઈઓ ક્યા કર્મથી નિધન રહ્યા?” તે સાંભળી ગુરુએ તેમને પૂર્વ ભવ આ પ્રમાણે કહ્યો કે–
કઈ એક ગામમાં ત્રણ ભાઈઓ કાષ્ટના ભારા વેચીને આજીવિકા ચલાવતા હતા. એક દિવસ લાકડાં લેવા માટે તેઓ સાથે ખાવાનું ભાતું લઈને વનમાં ગયા. મધ્યાન્હ કાળે ખાવા બેઠા, તે વખતે કઈ સાધુ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. તેમને જોઈને દાન આપવાની ઈચ્છા થવાથી તેમણે પિતાના ભાતામાંથી દાન દીધું. મુનિ ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “આપણે ભૂલ કરી, આ સાધુ ફેગટનું લઈને જતા રહ્યા અને આપણે ભૂખ્યાં રહ્યાં. એ સાધુ કાંઈ ઉત્તમ કુલને નહાતે; પણ એમાં તેને દેષ નથી, આપણેજ મૂર્ખ કે ફગટ ભુખે મર્યો.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા કરતા પિતાને ઘેર ગયા. અનુક્રમે આયુષના ક્ષયે મરણ પામીને અલ્પદ્ધિવાળું વ્યંતરપણું પામી ત્યાંથી ચવીને અહીં ઉત્પન્ન થયા છે. પૂર્વે મુનિરાજને દાન આપીને પશ્ચાત્તાપ કરવાથી આ ભવમાં વારંવાર નિર્ધનપણું પામ્યા છે. કહ્યું છે કે
पश्चात्तापो न तत्कार्यों, दत्ते दाने मनीषिभिः।
किं तु पुण्यद्रुमो भावजलेन परिषिच्यते ॥ १॥ અર્થ—“તેથી દાન દઈને સુજ્ઞ પુરુષોએ પશ્ચાત્તાપ કરવો નહિ. પરંતુ ભાવ રૂપી જળવડે પુણ્યરૂપી વૃક્ષનું સિંચન કરવું.” ૧
પછી શાલિભદ્રની બહેન સુભદ્રાએ ગુરુને પૂછયું કે–“હે ગુરૂ! ક્યા કર્મો કરીને મેં માટીનું વહન કર્યું ?ગુરૂ બોલ્યા કે–“ જ્યારે પૂર્વ ભવમાં ધને એક ડોશીને પુત્ર હતું અને ગાયે ચારતું હતું, ત્યારે તમે પહેલી ચારે પ્રિયાએ તેના પાડોશમાં રહેનારી પાડેશણ હતી. ધનાએ ખીર માગી અને તેની માતા રેઈ, તે વખતે તમે ચારે દયાળુ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org