________________
શ્રી દશનાચિંતામણિ ભાગ બોજો ]
૧૨૫
તેણે તેના પુત્રને કહ્યું કે જ્યારે હું મરી જાઉં, ત્યારે આ ખાટલા સહિત મારો અગ્નિસંસ્કાર કરજો. ” અનુક્રમે કાંઈ પણ પુણ્ય દાન કર્યા વિના તે મૃત્યુ પામ્યો, એટલે તેને તેના પુત્રા ખાટલા સહિત સ્મશાનમાં લઇ ગયા. કેમકે તે તે ખાટલામાં રત્ના છે એવુ જાણવા નહાતા. સ્મશાનમાં ચાંચને પોતાના હક હાવાથી તે ખાટલે માગ્યા; તેને આપવાની ના કહેવાથી તેની સાથે કજીએ થયા. છેવટે તેમના સંબધીઓના કહેવાથી તેઓએ તે ખાટલે ચાંડાળને આપ્યા, એટલે ચાંડાળ તે ખાટલે વેચવા માટે ચૌટામાં લઇ ગયો. તે વખતે લબ્ધલક્ષ્ય ધનાએ કેટલાક ચિન્હીથી તે ખાટલાને દ્રવ્યસંયુક્ત જાણીને યોગ્ય મૂલ્ય આપીને ખરીદ કર્યો. ઘેર જઈને ખાટલા ભાંગ્યા, તે માંહેથી અમૂલ્ય રત્ના નીકળ્યાં, તેથી ધના માટે ધનાઢય થયા. તેના ભાઇઓને આ જોઇને તેના પર ઘણી ઇર્ષ્યા થઇ, તેથી તે તેને મારી નાખવા સુધીના ઉપાયે ચિંતવવા લાગ્યા. તે વૃત્તાંત તે ભાઇઓની વહુએ પુત્રના જેવી પ્રીતિથી ધનાને એકાંતમાં કહ્યો. તે સાંભળી ધના ઘરમાંથી એકલેાજ નીકળી ગયા; અને પૃથ્વી ઉપર ભમતા રાજગૃહી નગરીની સમીપે પહેાંચી તેની હારના એક ઉદ્યાનમાં વિશ્રામ લેવા માટે બેઠા. તે ઉદ્યાન પ્રથમ દૈવયેાગે કેવળ સુકાઈ ગયું હતું. તે ધનાના પુણ્ય પ્રભાવ વડે તત્કાળ નવપલ્રવિત અને પુષ્પળવાળું થઈ ગયું. તે જોઈને ઉદ્યાનના રક્ષકે તે વૃત્તાંત તેના ધણી કુસુમપાળ શ્રેષ્ઠીને કહ્યો. તે સાંભળી કુસુમપાળ શ્રેષ્ઠી વિસ્મય પામ્યા, અને ધનાને ઘેર તેડી લાવી પોતાની પુત્રી તેને આપી. તે વખતે તે નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા, તેણે પણ હર્ષિત થઈને પોતાની પુત્રી ધનાને આપી. રાજપુત્રીની સખી સુભદ્રા નામની શાલિભદ્રની અહેન હતી, તેને પણ તેના સ્વજનોએ ધનાને આપી. તે ત્રણે પુત્રીનાં લગ્ન મોટી સમૃદ્ધિપૂર્ણાંક શ્રેણિક મહારાજાએ કર્યાં. પછી રાજાએ તેને રહેવા માટે માટે મહેલ આપ્યા, તેમાં રહીને ધના પૂર્વ જન્મમાં આપેલા સુપાત્રદાનનુ ફળ ભોગવવા લાગ્યા. શ્રેણિક રાજાએ કેટલાંક ગામે પણ તેને આપ્યાં.
એક વખતે ધનો પોતાના મહેલની બારીમાં બેઠા હતા, તે સમયે તેણે પોતાના કુટુઅને ગરીબ હાલતમાં તે શહેરમાં ક્રતુ જોયુ. એટલે તેમને સત્કાર કરી ઘેર લઈ આવી, કેટલાંક ગામ વિગેરે આપીને ફરીથી સુખી કર્યા. કેટલેાક કાળ ગયા પછી નાના મોટા ત્રણ ભાઈઓએ એક દિવસ તેમના પિતાને કહ્યું કે“ હે પિતા ! ઘરનું સમગ્ર દ્રવ્ય આજ ને આજ વહેંચીને અમારો ભાગ અમને આપો. ” પિતાએ કહ્યુ કે “ હું મૂર્ખા ! હાલ તા તમે મધુ ધનાનુ મેળવેલુ દ્રવ્યજ ભાગવા છે. તેમાં મારું શું છે કે હું તમને વહેંચી આપું ? ” ત્યારે તેઓ ખેલ્યા કે જ્યારે ધને ઘેરથી નાસી ગયા હતા, ત્યારે ચારની જેમ ઘરમાંથી રાદિક સાર સાર વસ્તુઓ લઇને ગયા હતા, તેથી ધનાના પુત્રા ભલે રાજ્ય ભાગવે, પણ અમે તે અમારા દ્રવ્યને ભાગ લીધા વિના આવતી કાલે જમવાના નથી. ” આ પ્રમાણે કુટુંબમાં ક્લેશ યતા જાણીને ધને તે રાત્રીએ એક્લા ઘર છેડીને ચાલતે થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org