________________
શી દેશના ચિંતામણી ભાગ બીજે ]
૧૧૫ ગોવાળ એકસે ને આઠ વાર શૂળીએ ચડવાની શિક્ષાથી મરણ પામે.” તેનું દષ્ટાંત આ પ્રમાણે
નાગપુર નામના નગરમાં માધવ નામે એક શેવાળ રહેતું હતું. તે એક દિવસ ગાયો ચારવા માટે મોટા અરણ્યમાં ગયા. ત્યાં સૂર્યને પ્રચંડ તાપ લાગવાથી એક બાવ ળના ઝાડ નીચે બેઠે, તેવામાં તેના માથામાંથી એક જૂ તેના ખોળામાં પડી. તે જોઈને તે નિર્ણય ગોવાળે તેને “આ જૂ મારા દેહનું સત્વ (લેહી) પી જાય છે. ” એમ વિચારીને બાવળની તીણ શૂળ ઉપર તેને પરેવી. તે પાપના ઉદયથી તેજ ભવમાં તે વાળ ચેરીના ગુન્હામાં આવી શૂળીની શિક્ષા પામીને મરણ પામે ત્યાર પછી તે એજ પ્રમાણે એક ને સાત વાર જુદા જુદા ભામાં ચોરી વિગેરેના દોષથી શૂળીનું દુઃખ ભેળવીને મરણ પામે. એકસે સાતમા ભવમાં તે પાપકર્મને ઉદય થડે રહ્યો, ત્યારે તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી; અને સદા વનમાં રહીને સુકાં પાંદડાં, ફલ, ફૂલ વિગેરેનું ભક્ષણ કરવા લાગ્યા. એ પ્રમાણે નિઃસંગપણે વ્રતનું પાલન કરતાં તેને વિલંગ જ્ઞાન ઉત્પન્ન થયું. અન્યદા તે અરણ્યની નજીકના નગરમાંથી રાજાના અલંકારોની પેટી કેઈ ચેરે ઉપાડી. તેને પકડવા માટે રાજાના સિપાઈઓ પાછળ દોડયા. તેઓને પાછળ આવતાં જોઈને રે તે રત્નાલંકારની પેટી અરણ્યમાં પેલા તાપસ પાસે મૂકી અને તે વટવૃક્ષ ઉપર ચડી ગયો. સિપાઈઓ ત્યાં આવ્યા, તો તાપસ સુતેલો હતું, અને પાસે પેટી પડેલી હતી. તેઓ પેટી સહિત તાપસને પકડીને રાજા પાસે લઈ ગયા. તાપસ વિભંગજ્ઞાનથી સર્વ હકીકત જાણ્યા છતાં પિતાના પૂર્વકૃત કર્મને નિંદતે તે મૌન જ રહ્યો. અન્યાયી રાજાએ તેને શુળી પર ચઢાવ્યું. આ રીતે પહેલાંના પાપકર્મના ક્ષયથી તે મરણ પામીને દેવતા થયે. અભયદાનનું આ દષ્ટાંત જાણવું. - આ જગતમાં દાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે
अभयं सुपत्तदाणं. अणुकंपा उचिय कित्तिदाणं च ।
दोहिं पि मुक्खो भणिओ, तिनि भोगाइ दियति ॥ १॥ અર્થ:–“અભય દાન, સુપાત્ર દાન, અનુકંપા દાન, ઉચિત દાન, અને કીર્તિ દાન, એ પાંચ પ્રકારનાં દાન છે. તેમાં પહેલા બે પ્રકારનાં કાન મોક્ષને આપનાર છે, અને પાછલા ત્રણ પ્રકારના દાન સાંસારિક સુખભેગ આપનાર છે. ૧ - તેમાં હનન બંધન વિગેરેના ભયથી ભયભીત થયેલા જંતુઓના પ્રાણનું રક્ષણ કરીને તેમને નિર્ભય કરવા તે પહેલું અભયદાન કહેવાય છે. તેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું છે.
બીજું સુપાત્ર દાન તેમાં સુ એટલે સારું, અને પાત્ર એટલે જ્ઞાનાદિ ત્રણ રત્નનું સ્થાન. અથવા સુ એટલે અતિશયે કરીને અને માત્ર એટલે પાપથી રક્ષણ કરનાર. આ પ્રમાણે અન્વર્ય સંજ્ઞાવાળું સુપાત્ર દાન દુર્લભ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org