________________
પા
શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજો ] ૨૯ સાધર્મિક વાત્સલ્ય ૩૦. સંગ ૩૧ શુકલપાક્ષિકપણું. ૩૨ તીર્થ કરના માતાપિતા તથા સ્ત્રીપણે થવાપણું ૩૪ તીર્થકરના યક્ષ યક્ષિણી રૂપે થવાપણું ૩૪ યુગપ્રધાનપણું ૩૫ આચાર્યાદિ ૧૦ પદવી ૩૬ પારમાર્થિક ગુણને લાભ. ૩૭ દ્રવ્યથી ને ભાવથી અનુબંધ દયા હતુદયા સ્વરૂપ દયાના પરિણામ. આથી સિદ્ધ થયું કે-વાર્ષિક દાન લેનારા જીવો નિશ્ચય ભવ્ય જ હોય અહીં દયાના ત્રણ ભેદનું સ્વરૂપ ટુંકામાં આ પ્રમાણે જાણવું ૧ સાક્ષાત્
ને જે હણવા નહિ, તે સ્વરૂપ દયા કહેવાય ૨ જે જયણુપૂર્વક પ્રવૃત્તિ તે હેતુદયા કહેવાય. ૩ શ્રી જિનાજ્ઞાનું અખંડન અથવા દયાના ફલરૂપે જે પરિણામે, તે અનુબંધ દયા કહેવાય. જ દીક્ષા પ્રસંગે ઈન્દ્રાદિનું આવવું અને દીક્ષાભિષેકાદિની બીના જણાવે છે.—ઇંદ્રાદિ આસન ડેલતા રંગે વિનીતા આવતા,
દીક્ષા તણે અભિષેક કરતા હરિ સગર કમ પાલતા; લૂસતા તન દેવ દૂપે હરિ વિલેપન વિધિ કરે,
પહેરાવીને આભૂષણદિક કપતરૂ જેવા કરે. ૯૭ સ્પષ્ટાર્થ–પ્રભુએ વાર્ષિક દાન દીધા પછી જ્યારે તેમને દીક્ષા લેવાને અવસર થયો ત્યારે ૨૪ ઈન્દ્ર વગેરેનાં આસન કંપાયમાન થયા. અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુને દિક્ષા લેવાને અવસર જાણી ઈદ્રો ઘણા હર્ષ પૂર્વક વિનીતા નગરીમાં આવ્યા. તે વખતે અય્યતેન્દ્ર વગેરે ઈન્દોએ તથા સગર વગેરે રાજાઓએ અનુક્રમે પ્રભુને દીક્ષાભિષેક કર્યો. ત્યાર પછી ઈન્દ્ર પ્રભુનું જળથી ભીનું થએલું શરીર દેવદૂષ્ય વસ્ત્ર વડે લૂસીને સાફ કર્યું. પછી અનેક જાતના સુગંધી પદાર્થોથી પ્રભુના શરીરને વિષે વિલેપન કર્યું, ત્યાર પછી મુગટ, કુંડળ, હાર વગેરે અનેક પ્રકારના ઘરેણાં પ્રભુના શરીરને વિષે પહેરાવીને તેમને કલપતરૂ એટલે કલ્પવૃક્ષના જેવા શોભાયમાન બનાવ્યા. ૯૭ શિબિકામાં બેસી પ્રભુનું દીક્ષા માટે પ્રયાણ બે લેકમાં જણાવે છે -- સુપ્રભા શિબિકા વિષે પ્રભુજી પધારે હર્ષથી,
વિદ્યાધરાદિ ઉપાડતા તે ભક્તિ રંગ તરંગથી; વહાણ જેવી જલાધમાં બહુ દીપતી તે ચાલતા,
સિંહાસને બેઠેલ પ્રભુને ઈદ્ર ચામર વિજતા. ૯૮ સ્પષ્ટાર્થ--એવી રીતે નાન કરી, વિલેપન કરી તથા આભૂષણે પહેર્યા પછી પ્રભુ શ્રી અજિતનાથ સુપ્રભા નામની શિબિકા એટલે પાલખીને વિષે આનંદથી વચમાં પૂર્વાભિમુખ પધારે છે. તે શિબિકાને મનુષ્ય, વિદ્યાધરે તથા દેવે ભક્તિ રંગ તરંગથી એટલે પ્રભુની ભક્તિ કરવાને પ્રસંગ મળવાથી થએલ આનંદ પૂર્વક ઉપાડીને ચાલવા લાગ્યા. જેમ જલધિમાં એટલે સમુદ્રમાં વહાણુ શોભે તેવી રીતે પ્રભુ સહિત વહન કરાતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org