________________
શ્રી શિનચિંતામણિ ભાગ બીજો ]. આત્મહિત એટલે આત્માનું કલ્યાણ કરનારી તેમજ નિજ સાધ્ય એટલે પિતાને જે મેક્ષનું સુખ સાધવાનું છે તેની સિદ્ધિ એટલે પ્રાપ્તિ કરાવનારી દેશના છે. ૧૪૬
શ્રી અજિતનાથ દેશના આપે છે – વૈર્ય મણિની બુદ્ધિથી જિમ મૂર્ખ જન ચે કાચને,
તેમ મૂઢ જન સાર માને સારહીન સંસારને, દેહદેથી ઝાડની જિમ ભવ વધે કત કર્મથી,
વિવિધ કર્મો પ્રતિક્ષણે બંધાય કારણ નથી. ૧૪૭ સ્પષ્ટાર્થી--પ્રભુ શ્રી અજિતનાથ ભગવાન દેશના આપતાં જણાવે છે કે જેવી રીતે મૂર્ખ માણસ કાચ જેવી અસાર વસ્તુને “આ વિડૂ મણિ છે એમ સમજીને ગ્રહણ કરે છે અથવા કાચને પણ વૈડૂર્ય મણિ માને છે. તેવી રીતે મૂઢ જને અથવા મોહનીય કર્મને વશ પડેલા છો આ સાર વિનાના સંસારને પણ સાર રૂ૫ માને છે. અથવા આ સંસાર જે દુઃખદાયી હોવાથી ત્યાગ કરવા લાગ્યા છે તેને પણ સુખ રૂપ માનીને તેમાં રાજી થાય છે. જેવી રીતે ઝાડના દેહદે અથવા દેહલા પૂર્ણ થવાથી તેની વૃદ્ધિ થાય છે તેવી રીતે જીવે કરેલા કર્મોને લીધે તેના ભાવ રૂપી વૃક્ષની વૃદ્ધિ થાય છે. તેમજ મન વચન અને કાયાના રૂપી કારણથી આ જીવ ક્ષણે ક્ષણે નવાં નવાં કર્મોને બાંધે છે અને તેને લઈને તે સંસારમાં રખડયા કરે છે. ૧૪૭ ધર્મયાનના ચાર ભેદે જણાવે છે – કર્મ વિલયે વિલય ભવને એમ જણ બુધજને,
યત્ન કર ચેતતાં વિસાવવા સવિ કર્મને. શ્રેષ્ઠ ધ્યાન ભલે ટળે સવિ કર્મ વાદળ વાયુથી,
આજ્ઞા અપાય વિપાકના સંસ્થાન કેરા ધ્યાનથી. ૧૪૮ ૫ષ્ટાર્થ-કર્મ વિલય એટલે કર્મને નાશ થાય તો ભવને પણ નાશ થાય છે, કારણ કે ભવ વૃદ્ધિમાં કર્મ બંધ કારણ રૂપ છે, તેમ આગલી ગાથામાં જણાવ્યું છે. આ હકીકત જાણીને બુધ જને એટલે સમજુ મનુષ્ય સર્વ કર્મને નાશ કરવા માટે ચેતીને અથવા ઉપયોગ પૂર્વક મહેનત કરવી જોઈએ. આ કર્મ રૂપ વાદળનો નાશ ઉત્તમ ધ્યાન રૂપી વાયશથી થાય છે. જેમ વાયુના ઝપાટથી વાદળો વિખરાઈ જઈને નાશ પામે છે, તેવી રીતે કર્મ રૂપો વાદળે પણ ઉત્તમ પ્રકારના જે ધર્મધ્યાન અને શુકલ ધ્યાન તે રૂપી પવનના જોરથી નાશ પામે છે. અથવા કર્મને નાશ કરવા ઈચછનાર ભવ્ય જીવોએ ગુમ થયાન ધ્યાવું જોઈએ. તેમાં ધર્મ પ્રધાનના ચાર પ્રકાર કહેલા છે તે આ પ્રમાણે જાણવા–૧ આજ્ઞા વિચય નામનું ધર્મધ્યાન, ૨ જું અપાય વિચય નામનું ધર્મધ્યાન, ૩ જુ વિપાક વિચય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org