________________
. [ શ્રી વિજયઘરિકૃતકામ કરવાનો વિચાર પણ કરે નહિ કારણે તેઓ સમજે છે કે-વગર વિચાર્યું કામ કરનારા જ બહુ જ દુઃખને પામે છે, ને છેવટે પસ્તાય છે. એ પ્રમાણે ધર્મધ્યાનના ત્રીજ ભેદ વિપાક વિચયનું સ્વરૂપ કહ્યું. ૧૭૪ આ બાબતમાં આંબાના ઝાડને છેદનાર રાજાનું ને પક્ષિ મારનાર રાજાનું દષ્ટાંત યાદ રાખવા જેવું છે. તે બંને દષ્ટાંતે ટૂંકામાં આ પ્રમાણે જાણવાં.
આંબાના ઝાડને છેદનાર રાજાનું દૃષ્ટાંત આ પ્રમાણે પાટલીપુત્ર નામના નગરમાં નિવાસ કરનાર ધનદત્ત શ્રેષ્ઠી વેપાર માટે વહાણમાં બેસી દરીઆ રસ્તે ચાલે. અનુકૂલ પવનને લીધે ત્વરાથી વહાણ ચાલ્યું, અને મધ્ય સમુદ્રમાં આવ્યું, તેટલામાં શ્રેષ્ઠીએ આકાશમાર્ગે ચાલ્યા આવતા એક ઉત્તમ પિપટને જે. તે પિપટના મુખમાં એક આમ્રફળ હતું, શ્રમિત થઈ જવાશે તેને સમુદ્રમાં પડતે જોઈને શ્રેષ્ઠીએ તેની નીચે એક વસ્ત્ર લાંબુ કરાવીને ખલાસીઓ પાસે તેને ઝીલાવી લીધે, અને પિતાની પાસે મંગાવી તેને પાણી તથા પવન નાખવાવડે સ્વસ્થ કર્યો. ત્યાર પછી શ્રેષ્ઠીએ તેને બોલાવ્યું. એટલે તે મુખમાંથી આમ્રફળને નીચે મુકીને મનુષ્ય વાણીથી બે કે
હે સાર્થના અધિપતિ શ્રેષ્ઠી ! તમે સર્વ પ્રકારના ઉપકારમાં શ્રેષ્ઠ એવો જીવિતદાન રૂપી ઉપકાર મારાપર કરીને મને જીવાડે છે, એટલું જ નહીં, પણ મારા અંધ અને વૃદ્ધ માતાપિતાને પણ તમે જીવાડ્યા છે. તે આવા મોટા ઉપકાર કરનારા તમને હું કેવી જાતને પ્રતિઉપકાર કરું? તે પશુ મેં આપેલું આ આમ્રફળ તમે સ્વીકારે.” શ્રેષ્ઠીએ કહ્યું કે “આ ફળ તારું લક્ષ્ય છે ને તાર ખાવા લાયક છે, માટે તુંજ ખા, અને બીજું પણ સાકર, દ્રાક્ષ વિગેરે તને ખાવા આપું છું. ” ત્યારે પોપટ બોલ્યો કે-“હે શ્રેષ્ઠી ! આ ફળનું વૃત્તાંત સાંભળે. વિવાટવીમાં એક વૃક્ષ ઉપર પોપટનું મિથુન વસે છે તેને હું પુત્ર છું. તે મારાં માતપિતા અનુક્રમે વૃદ્ધપણાથી જરાકાંત થવાને લીધે આંખે જોઈ શક્તા નથી. તેથી હું તેમને ખાવાનું લાવીને આપું છું. તે અરણ્યમાં એક દિવસ બે મુનિરાજ પધાર્યા. તેમણે તરફ જોઈને એકાંત જણાયાથી પરસ્પર આ પ્રમાણે વાત કરી કે-“સમુદ્રના મધ્યમાં કપિ નામના પર્વતના શિખર ઉપર નિરંતર ફળતું એક આમ્રવૃક્ષ છે, તેનું એક પણ ફળ એક વાર જે ભક્ષણ કરે તેને અંગમાંથી સર્વ વ્યાધિઓ નાશ પામે છે, તેમજ અકાળ મૃત્યુ કે જરા જીર્ણપણું તેને પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે તેમનું વાક્ય સાંભળીને મેં વિચાર્યું કે-મુનિનું વાક્ય હમેશાં સત્ય અને હિતકર જ હોય છે, તેથી તે વૃક્ષનું ફળ લાવીને જે મારાં માતા પિતાને આપું તે તેઓ યુવાવસ્થાને પામે.” આ વિચાર કરીને હું ત્યાં ગયે, અને આ ફળ લાવ્યો છું માટે તે શ્રેષ્ઠી ! આ ફળ તમે ગ્રહણ કરે, હું બીજું ફળ લઈ આવીને મારા માબાપને આપીશ.” પછી શ્રેષ્ઠીએ પિપટના આગ્રહથી તે ફળ લીધું, અને પિપટ ત્યાંથી આકાશમાં ઉડી ગયે.
પછી શ્રેષ્ઠીએ વિચાર્યું કે “જે આ ફળ હું કોઈ રાજાને આપું તે તેનાથી ઘણા છવાનો ઉપકાર થશે, હું ખાઈશ તે પણ શું અને નહીં ખાઉં તે પણ શું? ” એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org