________________
-
--
-
શ્રી દેતા ચિંતામણિ ભાગ બીજે ] વિચારીને તે આમ્રફળ તેણે સારી રીતે સાચવી રાખ્યું. પછી કેટલેક દિવસે તે વહાણ કેઈ કિનારે પહોંચ્યું. એટલે શ્રેષ્ઠી વહાણમાંથી ઉતરીને ભેટ લઈને રાજા પાસે ગયો. રાજની પાસે ભેટ મૂકીને પછી તે આમ્રફળ પણ આપ્યું. તે જોઈને રાજાએ વિસ્મયપૂર્વક પૂછયું કે-“હે શ્રેષ્ઠી ! આ શાનું ફળ છે?” ત્યારે શ્રેષ્ઠીએ રાજાને તે ફળને સમગ્ર મહિમા કહ્યો. તેથી રાજા અત્યંત સંતુષ્ટ થયા અને તેનું સઘળું દાણ માફ કર્યું, એટલે શ્રેષ્ઠી હર્ષ પામીને પિતાને સ્થાનકે ગયે.
પછી રાજાએ ફળ હાથમાં રાખીને વિચાર્યું કે-“આ ફલને હું એકલેજ ખાઈશ તે તેથી શું અધિક ગુણ થશે? માટે કઈ સારા ક્ષેત્રમાં વવરાવું તે તેના ઘણુ ફળ થશે, અને તેથી સ્ત્રો પુત્રાદિક સર્વને વૃદ્ધાવસ્થા રહિત કરી શકાશે.” એમ વિચારીને રાજાએ કઈ સારા ક્ષેત્રમાં તે બીજ વવરાવ્યું અનુક્રમે તે આમ્રવૃક્ષ વૃદ્ધિ ૫ મ્યું. અને તેને પુષ્પ ફળ વિગેરે થયાં. ત્યારે રાજાએ તેના રક્ષકોને ઘણું ધન આપીને કહ્યું કે-“આ વૃક્ષનું યત્નપૂર્વક રક્ષણ કરવું.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે રક્ષકો રાત્રિ દિવસ ત્યાં જ રહેવા લાગ્યા. એક દિવસે દેવયોગે રાત્રિમાં એક ફળ પિતાની મેળે તુટીને પૃથ્વી પર પડયું, પછી પ્રાતઃકાલે તે પાકેલા ફળને પડેલું જોઈને રક્ષકોએ હર્ષપૂર્વક તે લઈ તત્કાળ રાજાને આપ્યું. તે વખત રાજાએ વિચાર્યું કે-“આ નવીન ફળ પ્રથમ કોઈ પાત્રને આપે તે ઠીક” એમ ધારીને ચાર વેદના જાણનાર કોઈ બ્રાહણને રાજાએ ભક્તિપૂર્વક તે ફળ આપ્યું. બ્રાહ્મણ તે ફળ ખાવાથી તતકાળ મૃત્યુ પામ્યા. તે વૃત્તાંત સાંભળીને રાજા અતિ ખેદ સહિત બોલ્યા કે-“અહા! મેં ધર્મબુદ્ધિથી બ્રહ્મહત્યા રૂપ મેટું પાપ કર્યું. ખરેખર મને મારવા માટેજ કે શત્રુએ પ્રપંચ કરીને તે ફળ મોકલ્યું હશે, માટે આ વિષવૃક્ષ પિતજ વાવેલું અને પ્રયત્નથી પાળેલું છતાં શીવ્રતાથી છેદી નખાવું.” પછી તેવો હુકમ થતાંજ રાજપુરૂષોએ તીણ કુહાડા વડે તે ઉત્તમ વૃક્ષને મૂળ સહિત કાપીને ભૂમિપર પાડી દીધું, અને તે સમગ્ર વૃક્ષને પૃથ્વીમાં દાટી વધું. પછી મરગી (વાઈ), કોઢ, રક્તપિત્તાહિક અસાધ્ય વ્યાધિથી પીડાયેલા કેટલાક લેકે જીવિતથી ખેદ પામ્યા સતા તે વૃક્ષનું છેદન સાંભળીને ત્યાં આવ્યા અને સુખેથી મરણ થાય એવા હેતુથી તે વૃક્ષના શેષ રહેલાં સુકાં કાષ્ટ અને કુત્સિત પત્રાદિક તેમણે ખાધાં તેથી તે નીરોગી તથા કામદેવ સમાન રૂપવાળા થયા. તેમને જોઈને રાજાએ વિસ્મય પામીને રક્ષકોને બેલાવીને પૂછ્યું કે “તમે મને આપ્યું હતું તે આમ્રફળ તેડીને લાવ્યા હતા કે પૃથ્વી પર પડેલું લીધું હતું?” ત્યારે તેઓએ સત્ય વાત કહી. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે-“ જરૂર તે ફળ પૃથ્વી પર પડયા પછી સર્ષ વિગેરેના વિષથી મિશ્રિત થયું હશે, તેથી જ તે ઉત્તમ બાહાણનું મૃત્યુ થયું, પરંતુ તે વૃક્ષ તે અમૃત સમાનજ હતું અરેરે! મેં વિચાર્યું સહસા કામ કર્યું, કે આવું ઉત્તમ વૃક્ષ ક્રોધથી ઉખેડી નાખ્યું.” આ પ્રમાણે વૃક્ષના ગુણેને વારંવાર સંભારીને તેણે જીવતાં સુધી અતિ શેક કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org