________________
૧૦૮
| [ શ્રીવિજયપદ્વરિતઆયુષ્ય જાણવું એટલે પહેલી નારકીમાં એક સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે બીજી નારકીમાં જઘન્યથી એક સાગરોપમનું આયુષ્ય જાણવું. એ પ્રમાણે છઠ્ઠીનું ઉત્કૃષ્ટ બાવીસ સાગરેપનું આયુષ્ય છે તેટલું સાતમી નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું. એ પ્રમાણે પ્રવચને એટલે સિદ્ધાંતમાં કહ્યું છે. ૧૯૫ પર્યાપ્તિ ષટ આહાર છદિશિ દીર્ધકાલિકી જાણિયે,
બેમાં ગતિ તિમ આગતિ પણ બે ગતિથી ધારિયે, વેદ એક નરક વિષે નારક ત્રિવિધ દુઃખ અનુભવે,
ક્ષેત્ર પરમધામિ પારસ્પરિક દુખે ભેગ. ૧૬ સ્પષ્ટાર્થ –નારકીમાં છ એ પતિઓ હોય છે. તેમજ પૂર્વાદિક ચાર દિશાએ ઉપર તથા નીચે એમ છ દિશાને આહાર હોય છે. વળી તેમને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. નારકોની ગતિ (નારકીને મરીને ઉપજવાનું) મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાં છે. તેમાં પણ પર્યાપ્તામાં ઉપજે પણ અપર્યાપ્તામાં ઉપજતા નથી. તેમજ યુગલિયામાં પણ ઉપજતા નથી પણ સામાન્ય એટલે પર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય તિર્યંચમાં ઉપજે છે. તેવી જ રીતે આગતિ એટલે જે ગતિમાંથી નારકીમાં આવે તે પણ સામાન્ય મનુષ્ય અને તિર્યંચમાંથી એમ બે ગતિથી જાણવી. બધા નારકીમાં એક નપુંસક વેદજ હોય છે. નરક ગતિના છ ત્રણ પ્રકારનું દુઃખ ભેગવે છે. પહેલું ક્ષેત્રકૂત એટલે ક્ષેત્રથી સ્વાભાવિક થતું દુઃખ,. બીજું પરમાધામી દેવોએ કરેલું દુઃખ અને ત્રીજું પારસ્પરિક એટલે નારકીના છએ એક બીજાને માંહોમાંહે કરેલું દુઃખ, એમ ત્રણ પ્રકારનું દુઃખ તેમને જાણવું. ૧૯૬ નરકમાં ક્ષેત્ર વેદનાનું સ્વરૂપ વગેરે– ક્ષેત્ર કેરી ઉષ્ણતા અહીંની ચિતા કરતા ઘણી,
નારક સૂવે અહીંની ચિતામાં ત્યે સુખે નિદ્રા ઘણી સંભાવના એ જાણવી એવું કદાપિ બને નહિ,
ઉષ્ણતાની તીવ્રતા સમજાવવા ભાખ્યું સહી. ૧૭ સ્પષ્ટાર્થ –નારકમાં ક્ષેત્ર વેદના કેવી છે તે જણાવે છે–આ ક્ષેત્રમાં ઉષ્ણતા એટલે ગરમી ખેરના અંગારાની ચિતા કરતાં ઘણી વધારે છે. અહીંની ચિતામાં નારકીના જીવને સૂવાડે તે તેના ઉપર તે ઉંઘી જાય એટલી ઠંડો આ ચિતા તેને લાગે છે. આ બધું ઉપમા આપીને ત્યાંની ઉષ્ણતા કેટલી આકરી છે તે જણાવવા માટે કહ્યું છે પરંતુ આવું કદાપિ બનતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે નિરૂપક્રમ આયુષ્યવાળા છમાં નરકના ઇવેને ગણ્યા છે. આથી જાણવું કે નારકીઓનું નિરૂપક્રમ આયુષ્ય હેવાથી પાછલા ભવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org