________________
શ્રી રેશનાચિતામણિ ભાગ બીજો ]
૧૧૧ દીઠે. પૂર્વના નેહથી તેને સારી રીતે પ્રતિબંધ કરીને સીતેન પિતાના કલ્પમાં ગયા. ભગવાન રામષિ કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીસ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરી, ભાવિક ઇવેને બેધ કરી, પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, છેવટે કૃતાર્થ થઈ શેલેશીપણાને અંગીકાર કરીને શાશ્વત સુખવાળા મેક્ષને પામ્યા. અહીં ચોથી નરકમાં પરમધામિની વેદના જણાવી, તેથી “પહેલી ત્રણ નરકમાં પરમધામિકૃત વેદના હેાય છે” એ વચન પ્રાચિક જણાય છે. ૧૯૮ નારકીના ઉત્પત્તિસ્થાનાદિની બીના વગેરે જણાવે છે-- નારકીના જીવ કુંભી પાક માંહી ઉપજતા,
બહાર પરમાધામી પકડી સાણસાથી કાઢતા; તે સમય બહુ દુઃખ પામે શરીરના ટુકડા થતા,
પારાતણ કણિયા પર તનુ ભાગ ફરી ભેગા થતા. ૧૯ સ્પષ્ટાર્થ –આ પરમાધામી દે નારકીઓને કેવા કેવા પ્રકારે દુઃખ આપે છે તે જણાવે છે–આ નારકીના છ કુંભી પાકમાં (અંદર પહેળા અને બહારથી સાંકડા ગોખ લાના આકારવાળા સ્થાને માં) ઉપજે છે. તે વખતે આ પરમાધામી દેવો તેમને સાણસાથી પકડીને ખેંચીને બહાર કાઢે છે, ત્યારે નારકીના જીવ ઘણું દુઃખ પામે છે. સાણસાથી ખેંચાતા તેમના શરીરના ટુકડા થઈ જાય છે. પરંતુ તેમનું આયુષ્ય નિરૂપક્રમી હોવાથી તેઓ મરણ પામતા નથી શરીરના ટુકડા જેમ પારાના કણીયા ભેગા થાય તેમ ભેગા થઈ જાય છે તેથી તેમનું શરીર નાશ પામતું નથી. ૧૯૯ પરમધામિકૃત વેદનાને પ્રકાર જણાવે છે– નારકીને પીડતા કૃત પાપ યાદ કરાવતા,
જાતિ સ્મૃતિથી નારકી પણ તેહ સાચું માનતા પરસ્ત્રીને સેવનારા જીવને ભેટાવતા,
ધગધગંતી લાલ પુતળી ભાગતા અટકાવતા. ૨૦૦ સ્પષ્ટાર્થ –તે પરમાધામી દે નારકીઓને અનેક પ્રકારે પીડા કરતા તેમના પૂર્વ ભવમાં કરેલા પાપે યાદ કરાવે છે. અને વિર્ભાગજ્ઞાની અથવા અવધિજ્ઞાની એવા તે નારકીઓ પૂર્વ ભવનું સ્મરણ થવાથી તે સાચું છે એમ જાણે છે. જે જીવ પરસ્ત્રીનું સેવન કરનાર હોય છે તેવા નારકીઓને લોઢાની લાળ ધગધગતી પુતળીની સાથે આલિંગન કરાવે છે. અને તેથી પીડા પામતા નારકીઓ જ્યારે નાશી જવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પરમાધામીઓ તેમને નાશી જતાં અટકાવે છે. ૨૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org