________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે]
तीव्रा व्यथाः सरकृता विविधाश्च यत्रानंदारच सततमभ्रभृतोऽप्यमुष्मात । किं भाविनो न नरकात् कुमते विभेषि यन्मोदसे क्षणमुखविषयः कषायैः ॥ २ ॥
અર્થ–જે નરકના એક પરમાણની દુર્ગધથી પણ નગરના સમગ્ર મનુષ્યનું મૃત્યુ થાય છે, જે નરકમાં સાગરેપમ પ્રમાણે નિરૂપકમી આયુષ્ય છે, જે નરકભૂમિને સ્પર્શ કરવત કરતાં પણ અત્યંત કઠોર છે, જેમાં ટાઢ અને તાપ સંબંધી દુઃખ અનંત ગુણ છે, વળી જે નરકમાં પરમાધામી દેવતાઓની કરેલી વિવિધ પ્રકારની તીવ્ર વેદનાઓ છે. અને જેમાં નારકી જીના આકંદના શબ્દથી આકાશ પૂર્ણ થાય છે, એવા ભવિષ્યમાં પ્રાપ્ત થનાર નરકથી હે મુર્ખ ! તું કેમ ભય પામતું નથી ? કે જેથી ક્ષણ માત્ર સુખને આપનારા વિષય અને કષાયોથી હર્ષ પામે છે ? ૧-૨
बंधोऽनिशं वाहनताडनानि क्षुत्तृडुदुरामातपशीतवाताः ।
निजान्यजातीयभयापमृत्युदुःखानि तिर्यविति दारुणानि ॥ ३ ॥ અર્થ –-બંધન પામવું, અહર્નિશ ભાર વહન કરે, માર સહન કરવા, સુધા, તૃષા, સહન ન થઈ શકે એવા તાપ, ટાઢ અને પવન વિગેરે સહન કરવા, તેમજ સ્વજાતિ થકી તથા પરજાતિ થકી ભય, અને અકાળ મૃત્યુ પામવું વિગેરે તિર્યંચ ગતિમાં પણ દારૂણ દુખે છે. ૩
मुधान्यदास्यामिभवाभ्यम्या मियों गर्भस्थितिदुर्गतीनां ।
एवं सुरेष्वप्यसुखानि नित्यं किं तत्सुखैर्वां परिणामदुःखैः ॥ ४ ॥ અર્થ –કંઈ પણ ઉદર પૂર્ણતિ (પેટ ભરવાની પીડા) કે દ્રવ્યપ્રાપ્તિ વગેરે કારણ વિના ફેગટ નિરંતર ઈદ્રાદિકની સેવા કરવી. વધારે શક્તિવાળા દેવતાઓથી પરાભવ પામ, બીજાને વધારે ધિમાન અને સુખી જોઈને ઈર્ષ્યા આવવી, આગામી ભવમાં ગર્ભમાં સ્થિતિ થવાની જોઈને તેમજ દુર્ગતિ થવાની જોઈને તેથી ભય પામવું-ઈત્યાદિક દેવગતિમાં પણ નિરંતરનાં દુખે રહેલાં છે, તેથી તે સુખેથી શું કે જેમાં પરિણામે દુઃખ રહેલું છે? ૪
सप्तमीत्यभिभवेष्टविप्लवानिष्टयोगगददुःमुतादिभिः।
स्याचिरं विरसता नृजन्मनः पुण्यतः सरसतां तदानय ॥ ५॥x અર્થ–વળી મનુષ્ય ગતિમાં પણ સાત પ્રકારનો ભય, અન્ય જનેથી પરાભવ, ઈષ્ટને વિયેગ, અનિષ્ટનો સાગ અનેક પ્રકારના વ્યાધિઓ, કુપુત્રાદિ સંતતિ વિગેરેથી
૧ કોઈ પણ કારણથી જે આયુષ્ય વિધરે નહી તેવું આયુષ્ય. * આ પાંચે કે શ્રી અધ્યાત્મ પદ્મના આઠમા અધિકારમાંથી લીધેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org