________________
[ શ્રીવિજયપતાસુકિતઆ છાંતને ઉપનય આ પ્રમાણે છે. ચાર ગતિમાં ભ્રમણ કરનાર છવ તે રાજા સમાન છે તે અજરામર (મોક્ષ) સ્થાન આપનાર-પક્ષી સમાન મનુષ્ય ભવને પામીને અવિરતિ વગેરેથી જે મનુષ્ય ભવને વૃથા ગુમાવે છે, તે તે અત્યંત શેકનું ભાજન થાય છે. અથવા પક્ષો સમાન સમગ્ર જીવને ઉપકાર કરનાર જિનવાણુને પીને જે પ્રાણી મિથ્યાત્વરૂપી કેરડાથી તેને હણે છે તેને મહા મૂર્ણ જાણ. કહ્યું છે કે
शिलातलाभे हृदि ते वहंति, विशति सिद्धांतरसा न चांतः।
यदत्र नो जीवदयार्द्रता ते, नो भावनांकुरततिश्च लभ्या ॥१॥ અર્થ –હે આત્મા! પત્થરના તલ સરખા કઠોર તારા હદય ઉપર સિદ્ધાંત-રૂપી રસ ઉપરના ભાગમાં વહે છે, પણ તે અંદર પ્રવેશ પામતે (પસતો નથી, કેમકે તારા હૃદયમાં જીવદયા રૂપી આદ્રતા નથી, તેથી શુભ ભાવનારૂપી અંકુરની શ્રેણિ તેમાં ઉગતી જ નથી. ૧
જેના હદયમાં જીવદયારૂપ કામળતા હોય છે તેના હૃદયમાંજ શુભ ભાવનારૂપ અંકુરની શ્રેણિ ઉત્પન્ન થાય છે. તેવી ભાવના આસન્નસિદ્ધિ જીવેને જ હોય છે, બીજાને હોતી નથી. વળી સિદ્ધાંતનું અધ્યયન કરીને પણ જેઓ પ્રમાદને છોડતા નથી તેમને સર્વ અભ્યાસ વ્યર્થ છે. કહ્યું છે કે. अधीति नोर्चादिकृते जिनागमं, प्रमादिनो दुर्गतिपातिनो मुधा ।
ज्योतिविमढस्य हि दीपपातिनो, गुणाय कस्मै शलभस्य चक्षुषी ॥१॥ અર્થ–લેકમાં પૂજાવાને માટે જિનાગમ જાણનાર અને દુર્ગતિમાં પડનાર એવા પ્રમાદી પુરૂષને જિનાગમ વ્યર્થ છે, કેમકે દવાની જેલમાં મોહ પામેલા અને દીવામાં પડનારા એવા પતંગીયાને ચક્ષુ શા ગુણને માટે હોય? ૧ - સિદ્ધાંત રૂપી ચક્ષુ વિરતિવંત પુરૂષને પરમ ઉપકાર કરનાર થાય છે, માટે તેવી ઈચ્છાથી શાસ્ત્ર ભણવું જોઈએ. કહ્યું છે કે
किं मोदसे पंडितनाममात्राच्छास्त्रेष्वधीती जनरंजकेषु ।
तत्कचनाधीष्व कुरुष्व चाशु, न ते. भवेद्येन भवाब्धिपातः ॥१॥ અર્થ -- કેને રંજન કરવા માટે શાસ્ત્રો ભણીને પંડિતના નામ માત્ર કરીને શું હર્ષ પામે છે? પરંતુ એવું કાંઈક ભણ અને કર કે જેથી તારે સંસાર રૂપ સમુદ્રમાં પાત થાય નહી.
હવે ચાર ગતિ રૂપ સંસારનાં દુઃખનું વર્ણન કરે છે. दुर्गन्धतोऽपि यदणोहि पुरस्य मृत्युरायूंषि सागरमितान्यनुपक्रमाणि । स्पर्शः खरः क्रकचतोऽतिशयोऽप्यतश्च दुःखावनंतगुणितौ भृशशैत्यतापौ ॥१॥ ૧ ચેડા કાળમાં મેક્ષે જનારા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org