________________
૧૦૪
|| [ શ્રી વિજયપારિકતશના આધારે રહેલ છે. અને આકાશ સ્વપ્રતિષ્ઠિત છે અથવા એને બીજે કઈ આધાર નથી આ સાતે નારકીના પૃથ્વીપિંડને વિષે નરકાવાસા એટલે નારકીને રહેવાના આવાસો આવેલા છે. અહીં નરકના છે અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. નીચે નીચે ઓછા આવાસે આવેલા છે, એટલે પહેલી નારકીમાં સૌથી વધારે નરકાવાસા છે. બીજીમાં તેથી ઓછા છે. છેવટે સાતમી નારકીમાં ફક્ત પાંચ જ નરકવાસા છે પરંતુ નીચે નીચેના આવાસોમાં યાતના એટલે વેદના વધતી જાય છે. તેમજ જીવના રોગ, ખરાબ લેશ્યાના પરિણામ, દુઃખ, શરીરનું માન તથા આયુષ્ય વધતાં વધતાં હોય છે. ૧૮૭ નારકીમાં દેહ અવગાહનાદિની બીના જણાવે છે-- દેહ ત્રણ ધનુ પાંચશે ઉત્કૃષ્ટ એ અવગાહના,
સાતમી નરકે તથા લઘુ હાથ ત્રણ અવગાહના રત્નપ્રભાના આદ્ય પ્રતરે તેટલી અવગાહના,
સાડી છપ્પન અંગુલે વધતી પછી અવગાહના. ૧૮૮ સ્પષ્ટાથી --આ નારકીના છને વૈક્રિય, તેજસ અને કાર્મણ એ ત્રણ શરીરે હોય છે. વળી તેમની ઉત્કૃષ્ટ અવગાહના (શરીરની ઉંચાઈ) પાંચસો ધનુષ્યની અથવા ૦ ગાઉની હોય છે, અને તે ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નારકીના જીને આશ્રીને જાણવી. તથા તેમની જઘન્ય (ઓછામાં ઓછી) અવગાહના ત્રણ હાથની હોય છે. આ જઘન્ય અવગાહના રત્નપ્રભા નામની પહેલી નારકીના પહેલા પ્રતરની અપેક્ષાએ જાણવી. આ રત્નપ્રભા નારકીના કુલ ૧૩ પ્રવરે છે તેમાં પહેલા પ્રતરની ત્રણ હાથની અવગાહના કહી છે, તેમાં સાડી છપ્પન આગળ (બે હાથ અને સાડા આઠ આંગળ) વધારીએ ત્યારે બીજા પ્રતરની અવગાહના આવે. એમ આગળ આગળના પ્રતરે એજ પ્રમાણે સાડી છપ્પન સાડી છપન આગળની વૃદ્ધિ કરતાં જવી (એ પ્રમાણે વૃદ્ધિ કરતાં ૧૩ માં પ્રસરે કેટલી અગાહના આવે તે આગળના લેકમાં જણાવે છે.) ૧૮૮ અનુક્રમે ઇમ તેરમા અતરે ધનુષ્ય સગ ત્રણ કરે,
અંગુલે પહેલી નરકે દેહ ઉત્કૃષ્ટ ધરે; તેથી દ્વિગુણ બીજી નરકમાં એમ પાંચે નરકમાં,
દિગુણ દ્વિગુણ દેહની અવગાહના ગુરૂભાવમાં. ૧૮૯ સ્પષાર્થ –એ પ્રમાણે અનુક્રમે સાડા છપ્પન આગળ વધારીએ ત્યારે પહેલી નારકીના છેલ્લા એટલે તેમાં પ્રતરે સાત ધનુષ્ય, ત્રણ કર (હાથ) અને ૬ આંગલની ઉત્કૃષ્ટ અવગાહના જાણવી. અને આજ ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ પહેલી નારકીની ઉત્કૃષ્ટ અવગાહના પણ તેટલી જ જાણવી. પહેલી નારાકીની ઉત્કૃષ્ટ અવગાહના કરતાં બીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org