________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે ]. વહેરાવતાં શુભ મનુષ્પાયુષ્યને બંધ કર્યો પંચ દીવ્યે અહીં પ્રકટ થયા. તે સુમુખ શેઠ અંતે મરણ પામી મુનિ દાનના પ્રભાવે સુબાહુ પણે જમ્યા. અનુક્રમે મોટા થતા પરમ શ્રાવક થયા. તે આઠમે ને ચૌદશે પૌષધ કરતા હતા. એક વખત અઠ્ઠમ સહિત પૌષધ કર્યો, તેમાં ધર્મ જાગરિકા કરતાં દીક્ષાની ભાવના થઈ. તે લઈ આરાધી પહેલા દેવલોકે દેવપણું ભેગવી નરભવમાં ફરી દીક્ષા આરાધી બ્રહ્મ દેવલોકાદિના દેવતાઈ સુખ ભોગવી અંતે નરભવ પામી સંયમ સાધી મોક્ષે જશે. બીજા ભદ્રનંદિ નામના અધ્યયનમાં ભહનંદિ શેઠે યુગબાહુ તીર્થકરને હરાવ્યાની બીના કહી છે. ત્રીજા અધ્યયનમાં સુજાત શેઠ પુષ્પદત્ત મુનિને હરાવ્યાની બીના કહી છે. ચોથા અધ્યયનમાં સવાસવ શેઠે વૈશ્રમણ ભ૮ મુનિને લહેરાવ્યું, તે બીના જણાવી છે. પાંચમા અધ્યયનમાં જિનદાસ શેઠે સુધર્મા મુનિને વહરાવ્યું, તે બીના જણાવી છે. છટ્ઠા અધ્યયનમાં વિશ્રમણ શેઠે સંભૂતિવિજય મુનિને વહરાવ્યું, તે બીના કહી છે. સાતમા અધ્યયનમાં મહાબલ કુમારે પુર મુનિને કહેારાવ્યાની બીના જણાવી છે. આઠમાં અધ્યયનમાં ભદ્રનંદિ શેઠે ધર્મસિંહ મુનિને હરાવ્યું, તે બીના જણાવી છે. નવમા અધ્યયનમાં મહાચંદ્ર રાજાએ ધર્મવીર્ય મુનિને હરાવ્યાની બીના જણાવી છે. દશમા અધ્યયનમાં વરદત્ત રાજાએ ધર્મરૂચિ મુનિને હરાવ્યું તે બીના જણાવી છે. બાકીની બીના નવે અધ્યયનમાં સુબાહકુમારની માફક જાણવી. વિપાક સૂત્રની આ બીના વિચારતાં કર્મ બંધથી જરૂર બચી શકાય છે. ૧૭૩ ફલ ન ભેગવવું પડે જે બંધ કાલે ચેતીએ,
સ્વાધીન સંચય કાલ તે ઉદય કાલ ન જાણીએ, બંધ કારણ કર્મના જાણી વિચારી ધારીએ,
ભાવિફલ પહેલાં વિચારી કાર્ય ઉત્તમ સાધીએ. ૧૭૪ સ્પષ્ટાર્થ –આસન સિદ્ધિક ભવ્ય જીએ પોતાના આત્માને આ રીતે શિખામણ આ૫વો કે જે કર્મબંધ કરતી વખતે ચેતવામાં આવે એટલે ક્રોધાદિક કરવાથી ગાઢ દુઃખદાયી કર્મ બંધાશે એવું વિચારવામાં આવે અને તેથી ક્રોધાદિક કરવામાં આવે નહિ તે તેનું ફલ ભોગવવું પડતું નથી. કારણ કે “બાંધેલું કર્મ ભેગવવું પડે” તેવો નિયમ છે. હવે કર્મ જે બાંધીએ જ નહિ તે પછી તેનું ફલ ભોગવવાનું હતું નથી. માટે સંચયકાલ એટલે કર્મ બંધને કાલ જે સ્વાધીન છે, એટલે પિતાની મરજી ઉપર આધાર રાખનારે છે, તે ઉદયકાલ નથી કારણ કે ઉદય આવેલાં કર્મ તે સુખે કે દુખે ભોગવ્યા વિના છુટકો જ નથી. માટે કર્મ બંધના કારણેને સારી રીતે જાણુંને તેમજ વિચારીને તથી ધારી રાખીને તે કર્મ બંધન થાય તે યત્ન કરવો જોઈએ નહિતે બાંધેલા કર્મનું કુલ ભવિષ્યમાં અવશ્ય ભોગવવું પડે છે. એવું વિચારીને શુભ ફલને દેનારા ઉત્તમ કાર્યો કરવા જોઈએ. આ કલાકનું રહસ્ય બહુ જ સમજવા જેવું છે. તે આ પ્રમાણે જાણવું. સંસારી જીમાંના કેટલાએક સમજુ ભવ્ય છે કઈ પણ કામ શરૂ કરતા પહેલાં જરૂર વિચારે છે કે-આ કાર્ય કરવાથી કેવું ફળ મળશે ? તેમાં જેનું શુભ ફળ મળવાનું છે, એમ નકકી જાણે, તેવા આત્મદષ્ટિને સતેજ કરનારા ધર્મકાર્ય જરૂર કરે, ને દુર્ગતિ દેનારા ખરાબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org