________________
થી ચિંતામણી ભાગ બીએ ] ઉત્પન્ન થયે. વ્યસની હેવાથી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યું. સ્વછંદી બની વેશ્યાસક્ત થયે, સુસેન પ્રધાને મારી નખા, મરીને પહેલી નરકે ગયે, ત્યાંથી નીકળી રાજગહે ચંડાલ થયે કરેલા પાપે મરીને નરકે ગયે વગેરે બીના જણાવી છે. - પાંચમા બુહસ્પતિદત્ત નામના અધ્યયનમાં કહ્યું છે કે-કૌશાંબી નગરીના ચંદ્વાવતરણ ઉદ્યાનમાં
તભદ્ર નામે યક્ષનું મંદિર હતું. આ નગરીના શતાનીક રાજાની મૃગાવતી રાણુને ઉદાયના નામે પુત્ર હતું, તેને પદ્માવતી રાણી હતી આ રાજાના રાજ્યમાં સમાન વસુદત્તાને બુહસ્પતિ નામે પુરોહિત હતું, અહીં શ્રીવીર પ્રભુ પધાર્યા વગેરે બીના જણાવ્યા બાદ કહ્યું છે કે-સર્વભાદ્ર નામના નગરના જિતશત્રુ રાજાને મહેશ્વરદત્ત નામે પુરહિત હતા. તે દરરોજ બ્રાણું વગેરેના એક પુત્રને હણે છે, આઠમ ચૌદશે બે બે પુત્રને, માસીના દિવસે ચાર ચાર પુત્રને, છ માસીએ આઠ આઠ પુત્રને અને વાર્ષિક દિને સોલ સેલ પુત્રને અને પસ્મલના અભિ યોગરૂપ અવસરે ૧૦૮-૧૦૦ પુત્રોને હણે છે. આવી વેર હિંસાના પાપે તે પુરોહિત મારીને પાંચમી નરકે જઈ અહીં બહપતિદત્ત પણે ઉત્પન્ન થયે. તે ઉદાયન રાજાને બાલમિત્ર હતે, તે પદ્યાવતી રાણીમાં આસક્ત થયે. આ પાપે હણાઈને મરી પહેલી નકે ગયો વગેરે બીના જણાવી છે.
છઠ્ઠ સુદર્શન નામના અધ્યયનમાં કહ્યું છે કે-મથુરાના ભંડીરવન નામના બગીચામાં સુદર્શન યક્ષનું મંદિર છે. અહીં નગરીમાં શ્રીદામ શેઠની બંધુશી નામની ભાર્યાને નંદિવર્ધન નામે પુત્ર હતું. તે પાછલા ભાવમાં સિંહપુરના સિંહરથ રાજાના કે ખાનાને ઉપરી દુર્યોધન નામે ચારકપાલ હતા. હિંસાદિના પાપે તે મરીને છઠ્ઠી નરકે જઈ અહીં નદિવર્ધન પણે જન્મે અનુક્રમે મેટ થતાં તેણે પિતાને મારવાનું કાવતરું રચ્યું. તે વાત રાજાએ મંત્રિના કહેવાથી જાણી ત્યારે તેને મારી નખા મરીને તે રત્નપ્રભામાં ગયે વગેરે બીના જણાવી છે.
સાતમા ઉંબરદત્ત નામના અધ્યયનમાં પાડલ ખંડ નામના નગરમાં ઉંબરદત્ત નામના યક્ષનું મંદિર છે. આ નગરને સિદ્ધાર્થ નામે રાજા છે, સાગર, દત્તને પુત્ર ઉબરદત્ત નામે સાર્થવાહ છે. અહીં શ્રી વીર પ્રભુ પધાર્યો વગેરે બીના જણવ્યા બાદ એક ભીખારીને જોતાં શ્રી ગૌતમે તેની બાબતમાં પ્રભુને પૂછતાં પ્રભુદેવે તેના પૂર્વ ભવની બીના કહેતાં જણાવ્યું કે-વિજયપુરમાં કનકરથ રાજ હતું. અહીં એક ધન્યું. તરિ વૈદ્ય બીજા ને માંસ ખાવાને ઉપદેશ દેતે હતા. તે માંસાહારાદિના પાપે છઠ્ઠી નરકે ગયે, ત્યાંથી ઉંબરદત્ત પણે ઉત્પન્ન થયે, પૂર્વે કરેલા પાપ કર્મોના ઉદયે શરીરમાં સેલ રે ઉત્પન્ન થયા. મરીને પહેલી નરકે ગયે વગેરે બોન જણાવી.
આઠમા સૌદત્ત નામના અધ્યયનમાં સૌર્યપુરના સીવતંસક ઉદ્યાનમાં સોયાનું મંદિર હતું, અહીંનો સોદર રાજા હતે સમુદ્ર નામના સાથે વાહને સૌર્યદત્ત નામે પુત્ર હતે. શ્રીવીર પધાર્યા. પ્રભુદેવે સૌદરના પૂર્વ ભવની બીના જણાવતાં કહ્યું કે૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org