________________
[ શ્રી વિજયપધસૂરિકૃતદર્શન ચારિત્ર તેની રમણતાથી ઉપજતા હર્ષને આપે છે. જે ભવ્ય જીવો તેનું ધ્યાન કરે છે, તેઓ ધન્ય અને કૃતાર્થ છે. જેઓ પિતે આગમને ભણે છે અને જેઓ બીજાને હર્ષથી ભણાવે છે, તથા બીજાને ભણતા ભણાવતા જોઈને તેની અનુમોદના કરે છે, તેઓ પણ ધન્ય કૃતાર્થ જાણવા. આ આજ્ઞા વિચય ધ્યાન રૂપી સૂર્ય અબોધ એટલે અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરે છે. સૂર્ય જેમ કમલને વિકસ્વર કરે છે તેમ આ ધ્યાન રૂપી સૂર્ય જીવોનાં હૃદયરૂપી કમળને વિકસ્વર કરે છે. અને પ્રશમ એટલે સમતા ગુણને ધારણ કરવાથી થતા સુખને આપે છે. ૧૫૪ હવે અપાયરિચય વાનનું સ્વરૂપ છે કે માં જણાવે છે -- જિન માર્ગ કેરા સ્પર્શ ન કર્યો જેમણે પરમાતમા,
જાણ્યા નહી નિજ ભાવિ કાલ વિચારણું રહી શાંતિમાં કીધી નહી તેવા જન પામે અપાયો પલ પલે,
- વિન તેહ અપાય, વાવેતર પ્રમાણે ફલ મલે. ૧૫૫ સ્પષ્ટાર્થ-હવે ધર્મધ્યાનના બીજા ભેદ અપાય વિચયનું સ્વરૂપ જણાવતાં અપાયને અર્થ સમજાવે છે -જેઓએ જિન માર્ગને સ્પર્શ કર્યો નથી એટલે જેઓ જિન ધર્મને લેશથી પણ પામ્યા નથી અને જેમણે પરમાત્મા જે અરિહંત દેવ અથવા જિનેશ્વરે તેમને ઓળખ્યા નથી. તેમજ શાંતિપૂર્વક પિતાના ભાવી કાળનો એટલે ભવિષ્યમાં મારું શું થશે? તેને વિચાર કર્યો નથી, તેવા જીવને ઘડીએ ઘડીએ અપાય એટલે વિદને અથવા સંકટ (દુઃખ, મુશ્કેલી ) પ્રાપ્ત થાય છે. અહીં અપાય એટલે વિન જાણવાં. કહેવત છે કે જેવું વાવેતર કરે તેવું ફળ મળે, તેમ ઉપર કહેલા જીવ અપાયના કારણે રાગાદિથી સેવે છે, માટે તેઓ અપાય રૂ૫ ફળ પામે છે. ૧૫૫ મોહ માયા તિમિરથી પરવશ બન્યું મન જેમનું,
તેઓ કરેલા પાપથી ભાજન બને છે કષ્ટનું એવા જને મનમાં વિચારે નારકી તિર્યંચમાં,
મારા પ્રમાદે અનુભવ્યા મેં દુખ બહુ માનુષ્યમાં. ૧૫૬ સ્પષ્ટાથે--જે જીવોનું મન મેહ અને માયા રૂપી અંધકારથી પરવશ બન્યું છે એટલે ઘેરાયું છે, તેવા છો મહાદિથી કરેલા પાપકર્મોને લીધે કષ્ટ એટલે વિનોનું ભાજન બને છે. અથવા તેવા મનુષ્યને અનેક પ્રકારના અપાય (અચ) સહન કરવા પડે છે. આવા મનુષ્યો પિતાના ચિત્તમાં વિચાર કરે છે કે મેં નારકીના ભામાં તથા તિર્યંચના ભવોમાં તેમજ મનુષ્ય પણામાં પણ છે જે દુઃો ભેગવ્યાં છે, તે મા ઉપયોગ રહિત પ્રમાદ વડે જ ભગવ્યાં છે. ૧૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org