________________
થી દેશના ચિંતામણિ ભાગ બીજો ].
પછાર્થ – હે જીવ ! વિષય અને કષાય એ બે મહિના ઘરના છે, તું તેને વશ થઈશ નહિ. કારણ કે વિષયમાં આસક્ત બનનારા જ આ સંસારમાં ભમ્યા કરે છે. અને તેના સંગથી રહિત બનેલા સુખ અને શાંતિને પામે છે. મહિલનાથ, જંબુસ્વામી, થુલીભદ્ર તથા વજસ્વામી વગેરેના દષ્ટાન્તનો વિચાર કરીને, તેઓએ મેહને કેવી રીતે છે તેનું સ્વરૂપ વિચારીને સમજુ મનુષ્યો મેહના દાસ જેવા બનતા નથી એટલે વિષય કયાયમાં આસક્ત થતા નથી. જે કે શ્રી અજિતનાથ પ્રભુએ દેશનામાં શ્રી મલ્લિ. નાથ આદિના દષ્ટાંતે જણાવ્યા નથી, તે પણ મેં ભવ્ય જીને બોધ પમાડવાની ખાતર અહીં જણાવ્યા છે. કારણકે બાલ જી દષ્ટાંત સાંભળીને વસ્તુ તત્વ યથાર્થ સમજી જીવનમાં ઉતારી શકે છે. ને સન્માર્ગ સાધી આત્મહિત પણ જરૂર સાધી શકે છે. શ્રીમલ્લિનાથે પોતે વિષયથી અલગ રહી પિતાની પુતળી બનાવી તેની દુર્ગધિ સહન નહિ કરનારી રાગી એવા પૂર્વ ભવના ૬ મિત્રોને વૈરાગ્યવંત કર્યો. શ્રી જંબુસ્વામીએ પિતે શીલ પાલી બીજાને શીલવંત બનાવ્યા. શ્રી ધૂલિભદ્ર મહારાજે પિતે શીલવંત બની વેશ્યાને શ્રાવિકા બનાવી. શ્રી વજસ્વામીએ શીલમાં અડગ રહી રુકિમણીને દીક્ષા આપી. વિશેષ બીના શ્રી ભાવના ક૯૫લતાદિમાં જણાવી છે. ૧૭૦
શુદ્ધ દર્શન રોકનારૂં એહ દર્શન મેહની.
વિરતિ ગુણને ઢાંકનારૂં કર્મ ચારિત્ર મેહની; આયુષ્ય બેડીના સમું નર આયુ આદિ તેહના,
ચઉ ભેદ બેતાલીશ સડસઠ ત્રાણુ ભેદ નામના. ૧૭ સ્પષ્ટાર્થ:--શુદ્ધ દશન એટલે સમક્તિ અથવા જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા, તેને રોકનારૂં આ દર્શન મેહનીય એટલે મિથ્યાત્વ મોહનીય જાણવું. તથા આત્માના વિરતિ ગુણને આવરનારૂં (ઢાંકનારૂં બીજું ચારિત્ર મેહનીય કર્મ જાણવું એ પ્રમાણે મેહનીય કર્મનું ષરૂપ જણાવીને હવે પાંચમા આયુષ્ય કર્મનું સ્વરુપ જણાવે છે. આ આયુષ્ય કર્મ બેડીના સરખું કહેલું છે. જેમ કેદખાનામાં પહેલે કેદી બેડીને લીધે ત્યાંથી નીકળી શકતા નથી અને અનેક પ્રકારની વિડંબના સહન કરે છે, તેવી રીતે જીવ પણ આયુષ્ય કર્મ પૂરું ભેગવ્યા સિવાય ત્યાંથી નીકળી શક્તા નથી. આ આયુષ્ય કર્મને ૧ દેવાયુષ્ય ૨ મનુષ્પાયુષ્ય, 8 તિર્યંચાયુષ્ય, ૪ નરકાયુષ્ય એમ ચાર પ્રકાર છે. હવે છઠ્ઠા નામ કર્મના બેંતાલીસ ભેદ છે, સડસઠ ભેદ છે, ત્રાણું ભેદ છે તેમજ એકસે ત્રણ ભેદે છે. (આ ભેદોનાં નામ તથા સ્વરૂપ કર્મગ્રંથાદિકથી જાણવું ) ૧૭૧ તે ચિતાર જેહવું ગતિ જાતિ આદિ વિચિત્રતા,
નિપજાવનારૂ જીવ તસ ફલ દેહ માંહી પામતા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org