________________
૮૬
. [ શ્રીવિજયપધસૂરિકૃતપાત્ર ભેદ કરાવનાર કુંભાર જેવા ગેત્રના
બે ભેદ ઉંચ નીચ ગેત્ર બંને ગાત્ર ફલ છે તેમના. ૧૭૨
પાર્થ –આ નામ કર્મ ચિતારા જેવું કહેલું છે. કારણ કે જેમ ચિતારે માણસ ગાય વગેરે અનેક પ્રકારનાં રૂપો ચિત્રે છે, તેમ નામ કમના ઉદયથી પણ જીવની નારકી તિર્યંચ વગેરે ગતિ, એકેન્દ્રિયાદિક જાતિ વગેરે અનેક પ્રકારની વિચિત્રતા થાય છે. આ કર્મ પિતાનું ફલ જીવને મુખ્યતાએ શરીરને વિષે દેખાડે છે. અથવા આ કર્મની ઘણી પ્રકૃતિઓ જીવના શરીરને વિષે પિતાને વિપાક દેખાડનારી છે. એ પ્રમાણે નામ કર્મનું સ્વરૂપ જાણવું. હવે સાતમા ગોત્ર કર્મનું સ્વરૂપ જણાવતાં કહે છે કે ગત્ર કર્મ કુંભાર સમાન જાણવું. કારણ કે જેમ કુંભાર મદિર પાત્ર (દારૂ ભરવાનું પાત્ર) બનાવે તે નિંદનીય થાય છે, અને ક્ષીર પાત્ર (કૂધ ભરવાનું પાત્ર) બનાવે તે વખાણવા લાયક થાય છે, તેમ ગોત્ર કર્મના ઉદયથી છવ પણ ઉંચ ગાત્ર અને નીચગોત્રને પામીને અનુક્રમે પૂજનીય તથા નિધનીય થાય છે. ૧૭૨
દાનાદિ લબ્ધિ ઢાંકનારૂં ભેદ પંચ અંતરાયના,
ભંડારી જેવું તે વિપાકે ભાવવા ઈમ કર્મના; ભેદ ધર્મ ધ્યાનનો ત્રીજો વિપાક વિચય કહ્યો,
જેણે વિચાર્યો રંગથી તે કર્મ બંધ થકી બ. ૧૭૩
સ્પષ્ટાથે--હવે છેલા એટલે આઠમા અંતરાય કર્મનું સ્વરૂપ જણાવે છે–આ અંતરાય કર્મ દાનાદિ લબ્ધિ એટલે દાન, લાભ, ભેગ, ઉપભેગ અને વીર્ય રૂપ પાંચ પ્રકારની લબ્ધિઓને ઢાંકનાર હોવાથી તેના અનુક્રમે દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યાન્તરાય એમ પાંચ પ્રકાર જાણવા. આ કર્મને ભંડારીની ઉપમા આપી છે. કારણ કે જે ભંડારી પ્રતિકૂલ હોય તે તે રાજાદિને દાનાદિક કરવા દે નહિ એટલે દાનાદિક કરતાં અંતરાય (વિન) કરે, તેમ આ અંતરાય કર્મ રૂપી ભંડારી જીવ રૂ૫ રાજાને દાનાદિક કરવા દેતું નથી આ પ્રમાણે કર્મના વિપાકે ભાવવા. એટલે કર્મના કલની વિચારણા કરવી, તે ધર્મધ્યાનને ત્રીજે વિપાક વિચય નામને ભેદ જાણ. જે ભવ્ય જીએ આનંદ પૂર્વક આ કર્મના વિપાકને વિચાર્યું છે, તેઓ કર્મના બંધથી જરૂર બચી શકે છે એમ જાણવું. અહીં પુણ્યના વિપાકની અને પાપના વિપાકની ભાવના યથાર્થ સમજવા માટે અગીઆરમાં શ્રી વિપાક સૂત્રનો ટુંક પરિચય કરાવો ખાસ જરૂરી છે. તે આ પ્રમાણે આ અંગસૂત્રના બે શ્રતસ્કંધ છે. શતરકંધ એટલે આખા ગ્રંથને મેટે ભાગ. પહેલા શ્રાધમાં ૧૦ અધ્યયને છે. તેમાં પાપના ફલ આ રીતે જણાવ્યા છે. ચાર નવાળા સુધર્માસવામીને ચંપાનગરીમાં, શ્રી જંબૂસ્વામિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org