________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ]. તે કર્મના મૂલ આઠ ભેદ પ્રથમ જ્ઞાનાવરણ એ,
પાટા સમું તે જ્ઞાન ઢાંકે ભેદ પાંચે ધારિયે. ૧૬૬ સ્પાર્થ –ગ્રંથકાર પ્રભુએ કહેલી બીનામાં હાલ વર્તમાન સની સાક્ષી આપતા જણાવે છે કે-આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે કર્મના ઉદયાદિ એટલે ઉદય, ક્ષય, ઉપશમ, ક્ષપશમ વગેરે દ્રવ્યાદિથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવને આશ્રીને થાય છે. (આને વિસ્તાર દેશવિરતિ જીવનમાંથી જાણ.) એ પ્રમાણે વ્યાદિ સામગ્રી મીને કૃતકગણ એટલે કરેલાં (બાંધેલા) કર્મોનાં સમુદાય જીવને પોતાનું ફળ આપે છે. તે કર્મોના મૂળ આઠ ભેદે કહેલા છે, કારણ કે તે ગ્રહ કરેલા કર્મ દલિયાંને વિષે આઠ પ્રકારનો સ્વભાવ થાય છે તેથી સ્વભાવને લઈને કર્મના મુખ્ય ૮ ભેદ જણાવ્યા છે તે આઠ ભેમાં પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ કહેલું છે. અને તેને પાટાની ઉપમા આપી છે. કારણ કે આંખે વસ્ત્રનો પાટો બાંધવાથી જેમ આંખને દેખવાનો ગુણ અવરાઈ (ઢંકાઈ) જાય છે, તેમ આ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ પ્રકારનાં જ્ઞાનો અવાઈ (ઢંકાઈ જાય છે. જ્ઞાનનાં પાંચ ભેદો હોવાથી જ્ઞાનાવરરણનાં પણ પાંચ ભેદ કહ્યા છે. ૧૨ દર્શનાવરણીય નિદ્રા રૂપ દર્શન ઢાંકતું
પ્રતિહાર જેવું ભેદ નવ સામાન્ય બેધ નિરાધતું; મધુ ક્ષિપ્ત અસિ ધારા સમું ત્રીજું અશાતા વેદની,
બે ભેદ શાતા સુખ દીએ દુખને અશાતા વેદની. ૧૬૭ સ્પષ્ટાર્થ –હવે બીજા દર્શનાવરણીય કર્મનું સ્વરૂપ જણાવે છે--આ દર્શનાવરણીય નામનું બીજું કર્મ પાંચ પ્રકારની નિદ્રા લાવનાર છે. અને ચાર પ્રકારના દર્શનને આવરનાર (ઢાંકનાર) છે. તેથી નવ પ્રકારે છે. આ કર્મને પ્રતિહાર એટલે પિળીયાની ઉપમા આપી છે. કારણ કે પ્રતિહારના રોકવાથી માણસ રાજાદિકને જોઈ શકો નથી, તેમ આ દર્શનાવરણય કર્મ રૂપ પિળીયાથી જીવ પણ અન્ય પદાર્થોના સ્વરૂપને જોઈ શકતો નથી. અહીં જીવના મુખ્ય બે ધર્મ કહ્યા છે, એક વિશેષ ઉપગ રૂપ જ્ઞાન અને બીજું સામાન્ય ઉપગ રૂપે દર્શન છે. અથવા સામાન્ય એટલે નામ જાતિ ક્રિયા વગેરે વિશેષની અપેક્ષા વિના જે સામાન્ય છે તે દર્શન કહેવાય, અને તે સામાન્ય બોધને જે રેકે તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. હવે ત્રીજું અશાતા વેદનીય નામનું કર્મ મથી વેપામેલી તાની પાસને અટવા જેવું કહેવું છે. તેમાં મધ ચાટવાથી સુખ અનુભવાય તેના સામું શાતા વેનીય જાણવું, અને જીભ કપાવાથી દુઃખ અનુભવાય, તેના જેવું અશાતા વેદનીય વાતાવું. એમ બે પ્રકારે વેદનીય કર્મનું સ્વરૂપ જાણવું. ૧૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org