________________
૮૯
[ શ્રી વિજયવસૂરિકૃત નાર હોય છતાં દુઃખને આપે છે એમ માનવું આવી ઉલટી બુદ્ધિ)ને ત્યાગ જણાવનારૂં જ્ઞાન મેળવે છે. ૧૫૯ રાગથી દુખ પામનારા ભૂરિ છો દુતિ,
બહુ વાર પામ્યા ટ્રેષથી પણ ભાન ભૂલ્યા દુર્મતિ; ક્રોધ માન છેષ માયા લોભ રાગ વિચારીયે,
દ્વેષ કરતાં બહુ અહિતકર રાગ ઈમ સંભારીયે. ૧૬૦ સ્પષ્ટાર્થ –પરસ્ત્રી ધન વગેરેની ઉપર રાગ કરનારા ઘણું ભૂતકાળમાં ઘણીવાર દુર્ગતિ એટલે ખરાબ ગતિ નરકગતિ ને તથા તિર્યંચ ગતિને પામ્યા છે. તેમજ દ્વેષથી પણ દુર્મતિ એટલે કુબુદ્ધિવાળા ઘણાં છે પિતાનું ભાન ભૂલી જઈને ઘણી વાર દુર્ગતિના દુઃખને પામ્યા છે. તે પ્રમાણે મોહથી પણ ઘણું જ દુઃખી થયા છે. ક્રોધ માન રૂપ દ્વેષ છે, ને માયા અને લેભ રૂપ રાગ છે એમ જાણવું. માટે જ ૮કર્મોની ૧૫૮ ઉત્તર પ્રકૃતિમાં રાગદ્વેષને અલગ ગણ્યા નથી. રાગ અને દ્વેષમાં રાગથી જીવને વધારે નુકશાન થાય છે. તેમજ રાગને દૂર કરતાં બહુ વાર લાગે છે, એમ ક્ષયક શ્રેણિમાં ક્રોધ માન માયાને ક્ષય કયો પછી અંતે લોભને ક્ષય થાય છે, એ ઉપરથી સાબીત થાય છે. સારાંશ એ કે રાગ દ્વેષ અને મોહ ત્રણે જીવનને દૂષિત બનાવનાર છે. એમ સમજીને જરૂર ત્યાગ કરે. ૧૬૦ આશ્ચર્ય એ દુખ ના ગમે પણ દુખ હેતુ સેવત,
સુખ ચાહના પણ હેતુ સુખના કેઈદિન ના સેવ; પાપનું ફલ ના ગમે પણ પાપને કરતો રહે,
ધર્મનું ફલ ચાહતે પણ ધર્મ કરવા ના ચહે. ૧૬૧ સ્પષ્ટાર્થી--અહીં આશ્ચર્યની વાત એ છે કે કેઈને દુઃખ ભોગવવું ગમતું નથી, પરંતુ જે દુઃખના હેતુઓ છે તેનું જ આજીવન સેવન કરે છે. દુઃખ ભેગવવું ગમતું નથી પરંતુ દુઃખના હેતુઓ જે કષાયાદિક તેનું નિરંતર સેવન કરે છે. તેથી તેને નવાં પાપ કર્મો બંધાય છે. વળી દરેક જીવને સુખ પામવાની ઈચછા હોય છે છતાં તેઓ સુખના હેતુઓની કોઈ દિવસ સેવા કરતા નથી એ પણ આશ્ચર્ય છે. પાપનું ફલ જે દુઃખ તે ગમતું નથી તે છતાં પણ તે જીવ પાપ કાર્યો કરે છે, એ આશ્ચર્ય છે. વળી ધર્મનું ફળ જે સુખ તેને મેળવવાની ઈચ્છા છે, પરંતુ ધર્મના દાનાદિ કાર્યો કરવાની તે જીવને ચાહના થતી નથી. એ પણ આશ્ચર્ય જાણવું. કહ્યું છે કે
धर्मस्य फलमिच्छंति-धर्म नेच्छंति मानवाः ॥
फलं नेच्छंति पापस्य-पापं कुर्वन्ति मानवाः ॥१॥ આ લેકને અર્થ ઉપર જણાવ્યું છે. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org