________________
શ્રી દશનાચિંતામણિ ભાગ બીજે ]. પરમ બેધિ બીજ પામ્યો તે છતાં મન વચનથી,
કાયથી કરી દુષ્ટ ચેષ્ટા મેં શિરે મુજ તેહથી; અગ્નિ સળગાવ્યો છતાં સ્વાધીન શિવપથ મોઝમાં,
ચાલી કુમાર્ગે મેંજ નાંખ્યો આતમા મુજકષ્ટમાં. ૧૫૭ સ્પષ્ટાર્થ–પરમ બેધિબીજ એટલે સમ્યકત્વ પામ્યા છતાં પણ મેંજ મારા મન વચન અને કાયાની દુષ્ટ ચેષ્ટાઓ એટલે ક્રિયાઓ કરીને મારા માથા ઉપર અગ્નિ સળગાવ્યું છે અથવા આ બધા દુખોની પરંપરામાં મેં મારી પિતાની મેળે જ મારા આત્માને નાંખ્યો છે. તેમાં બીજાને કાંઈ વાંક નથી. વળી શિવપથ એટલે મોક્ષને માર્ગ મારે સ્વાધીન છે, છતાં પણ તેને ત્યાગ કરીને આનંદથી કુમાર્ગે જેનાથી સંસાર વધે તે કુમાર્ગમાં) ચાલીને મેંજ મારા આત્માને દુખમાં નાંખે છે. ૧૫૭ રાજ્યને પામ્યા છતાં પણ જેમ ભિક્ષા માગત,
મૂર્ખ ભટકે તેમ શિવ સામ્રાજ્ય સ્વાધીન ધારતે તે છતાં સંસારમાં મુજ આતમા ભટકાવતે,
એ અપાય વિચય વિચારી ધર્મથી સુખ પામતે. ૧૫૮ સ્પષ્ટાથે--જેવી રીતે મૂર્ખ મનુષ્ય સારું રાજ્ય પામ્યા છતાં પણ ભિક્ષા માગતો માગતા ભટકયા કરે, તેવી રીતે આ જીવ મેક્ષ રૂપી સામ્રાજ્ય પિતાને સ્વાધીન છતાં પોતાના આત્માને આ સંસારની અંદર ભટકાવ્યા કરે છે. તેનું કારણુ આ રાગ દ્વેષ અને મેહ છે એવું જે વિચારવું તે અપાય વિચય નામે દયાન જાણવું. અને આ ધર્મ પાનથી ભવ્ય જીવો ધર્મના સાધન સેવીને અપૂર્વ આત્મિક સુખ પામે છે ૧૫૮ એ અપાય વિચય વિચારી દુખ સાધન છોડતે,
સુખ હેતુને આરાધતે બહુ કર્મને વિસાવતે રાગાદિ કેરી નીચતાને ભવ્ય જીવ પિછાણ,
વિપરીત બુદ્ધિ દૂર કરીને બેધ સાચો પામત. ૧૫૯ સ્પટાર્થી–ઉપર કહ્યા પ્રમાણે અપાય વિચયનું સ્વરૂપ વિચારીને દુખના સાધન રાગ દ્વેષાદિકને ત્યાગ કરીને સુખના કારણભૂત એવા નિર્મલ ચારિત્રાદિની આરાધના કરનારે જીવ ઘણાં કર્મોને નાશ કરે છે. તેમજ તે છે રાગાદિક એટલે રાગ દ્વેષ મેહ વગેરેની નીચતાનું સ્વરૂપ જાણે છે. તેથી તેનાથી થતી વિપરીત બુદ્ધિ અથવા ઉલટી બુદ્ધિ (દુઃખને આપનાર હોય છતાં સુખને આપનાર છે એમ માનવું અને સુખને આપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org