________________
[ શ્રી વિજયપઘસરિત પ્રભુની દેશના કેવી છે તે બે લેકમાં જણાવે છે –– એક જન પ્રસરતા અધિકાઈ ગંભીર સ્વરે,
મહગિરિ પવિ શ્રેષ્ઠ વચને દેશના પ્રભુ ઉચ્ચરે; - તરસ ભૂખ પીડા ટળે પ્રભુદેશના સુણનારની,
આ સમય તેને મળે જસ પૂર્ણતા નિજ પુણ્યની. ૧૪૫ ૫ષ્ટાથે–એક જન અથવા ચાર ગાઉ સુધી ફેલાતી એટલે ચાર ગાઉ સુધીમાં સાંભળી શકાય તેવા સ્વરવાળી, વળી જેમાં શબ્દ છેડા છતાં અધિક અર્થ હોય છે તેવી. અને મેઘ સમાન ગંભીર સ્વરવાળી, વળી મેહ રૂપી પર્વતના ચુરા કરવાને માટે વા જેવી, દેશના છે. અને ઉત્તમ વચન વાળી દેશના પ્રભુ આપે છે. જે દેશનાનો એવો પ્રભાવ છે કે તે સાંભળનારા ભવ્ય જીવોની ભૂખની તેમજ તરસની પીડા નાશ પામે છે. અથવા દેશના સાંભળનારાઓને ભૂખ તેમજ તરસ લાગતી નથી. આવા પ્રકારની પ્રભુની દેશના સાંભળવાને સમય પણ તેને જ મળે છે કે જે જીવમાં પોતાના પુણ્યની પૂર્ણતા હોય છે. અથવા આ અવસર પણ તે જીવને મળે છે કે જે જીવને પુણ્યની પૂર્ણતા હોય એટલે કે જેને શુભ કોને ઉદય ચાલતો હોય, તેનેજ આ શ્રી પ્રભુની દેશના સાંભળવાને શુભ અવસર મળે છે. ૧૪૫ રાગાદિ બંધન તેડવા તરવાર જેવી દેશના,
સકલ સંશય રોગ હરવા વર રસાયણ દેશના; ચિત્ત જલમલ દૂર કરવા કતક જેવી દેશના,
આત્મહિત નિજ સાધ્ય સિદ્ધિકરાવનારી દેશના ૧૪૬ સ્પષ્ટાર્થ-જેમ તરવારથી બંધન તેડી શકાય છે તેમ આ સંસારમાં રાગ વગેરેના 'બંધન તોડવા માટે પ્રભુની દેશના તરવાર જેવી છે. અથવા પ્રભુની દેશના સાંભળનાર ભવ્ય જીના આ સંસારમાં મેહ તેમજ રાગથી બંધાએલા કર્મરૂપ બંધને નાશ પામે છે. વળી પ્રભુની દેશના ઉત્તમ રસાયણ સમાન છે. કારણ કે જેમાં રસાયણ ખાવાથી રેગને નાશ થાય છે અને શરીર નીરોગી બને છે, તેવી રીતે બધાં સંશય રૂપી રોગો દૂર કરવા માટે દેશના રસાયણ સમાન છે. ભાવાર્થ એ છે કે પ્રભુની દેશના સાંભળનાર ભવ્ય જીવોના સર્વ પ્રકારના સંશય દૂર થાય છે, અને તેથી સમ્યગ્ર દર્શન અથવા સમતિની નિર્મલતા થાય છે. વળી પ્રભુની દેશના તક ચૂર્ણ સમાન છે, કારણ કે જેમ મેલા પાણીમાં કતકનું ચૂર્ણ નાખવાથી તેમને કચરે નીચે બેસે છે અને તેથી પાણી સ્વચ્છ બને છે, તેવી રીતે પ્રભુની દેશના રૂપી કતક ચૂર્ણથી પણ ભવ્ય જીવના ચિત્ત રૂપી પાણીમાં રહેલ કર્મરૂપી મલ અથવા કચરે દૂર થાય છે અને તેથી ચિત્ત નિર્મલ બને છે. વળી પ્રભુની દેશના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org