________________
શ્રી દેસના ચિંતામણિ ભાગ બીજો ). સિવાય બીજો કોણ ત્રણ ભુવનમાં (એટલે સ્વર્ગ મૃત્યુ અને પાતાલમાં) સમર્થ છે? અથવા આપના જેવાજ કર્મને નાશ કરી શકે છે. બીજા કાયર જીવોથી એ કાર્ય બની શકતું નથી. વળી ઉત્તમ ક્રિયાના ફલ રૂપ લક્ષ્મી આપને ત્યાગ કરતી નથી. આપ મૈત્રીના પાત્ર છે. અથવા આપને સર્વ જીવો સાથે મૈત્રી ભાવ છે વળી પ્રમોદ ભાવનાથી પણ શોભનારા તમે છે. વળી તમે કરૂણબુનિધિ એટલે દયાના સમુદ્ર છે. વળી તમે માધ્યાય એટલે ભારે કમી જીવોને સમજાવવા છતાં ન સમજે તે પણ તેના પ્રત્યે ક્રોધ નહિ કરતાં તેમની ઉપેક્ષા રાખનારા છે તથા ગુણ રૂપી મણિઓ નિપજાવવાને આપ રોહણાચલ પર્વત સમાન છે એ પ્રમાણે આપનામાં મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યથ્ય એ ચારે ભાવનાઓ રહેલી છે. ૧૩૨ નિર્દોષ યોગાત્મ સ્વરૂપી પ્રાતિહાર્યો શેભતા,
પણ તીસ વાણીના ગુણોથી અતિશયોથી દીપતા, રાગાદિ બંધનને અમારા કરી કૃપાને તોડજે,
સેવા ભભવ આપજે પદ વંદના સ્વીકારજે. સ્પષ્ટાર્થ – હે પ્રભુ! તમે દોષ રહિત યોગાત્મસ્વરૂપ છે. આપ આઠ પ્રકારના પ્રાતિહાર્યો વડે શોભે છે. તે આઠ પ્રાતિહાર્યો આ પ્રમાણે – અશોક વૃક્ષ, ૨ દેવની પુપ વૃષ્ટિ ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ આસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ, ૮ છત્ર. વળી આપ પાંત્રીસ પ્રકારના વાણીના ગુણે તથા ૩૪ અતિશયેથી શોભે છે. અમારા રાગ વગેરેના બંધનો જેનાથી અમે આ સંસારમાં પડીએ છીએ તેવા રાગાદિ બંધને ને અમારા ઉપર કૃપા કરીને તેડી નાખજે. વળી ભવ ભવ આપની સેવા આપજે. તથા આપના ચરણે કરેલી અમારી વંદનાનો સ્વીકાર કરજે. ૧૩૩ સગર રાજ પ્રભુને વંદન કરવા જાય છે – ઉધાનપાલક સગર નૃપને આ સ્વરૂપ જણાવતા,
દાન દઈને તેને હાથી ઉપર તે બેસતા ઉત્સવે પરિવાર સહ ઉધાન પાસે આવતા,
રાજચિહ્નો છોડતા પ્રભુ પાસ આવે ચાલતા. ૧૩૪ સ્પર્થ-શ્રી અજીતનાથ પ્રભુજી ઉદ્યાનમાં સમવસર્યા છે, એ હકીકત ઉદ્યાનપાલકે એટલે ઉદ્યાનના રખવાળે આવીને સગર ચક્રવત્તિને જણાવી તે સાંભળીને અતિ હર્ષ પામેલા તે સગર ચકી તેને સાડા બાર કેટી સુવર્ણનું દાન આપી સ્નાન કરીને પવિત્ર થઈને હાથી ઉપર બેસે છે, ને મોટા આડંબર પૂર્વક પોતાના પરિવારને સાથે લઈને
૧ યોગાત્મ રવરૂપ –ોગ એટલે જોડાવું એટલે આત્માના ગુણેને વિષે જોડાવું તેથી પ્રાપ્ત થયું છે આત્મ સ્વરૂપ જેમને તે ગામ સ્વરૂપી કહેવાય. , ૨- આ બંને માટે વિના ચિંતામણિને પહેલે ભાય જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org