________________
શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજો ] આંગળી ઊંચી કરી હાય નહિ, તે ઇદ્ર ધ્વજ શોભી રહ્યો છે. હે પ્રભુ! જે છે તમારા પદ એટલે ચરણ રૂપી કમલની પૂજા કરવાની બુદ્ધિવાળા હોય છે, તે જીવને હું ધન્ય માનું છું. ૧૩૭. આપ ચાલે તે સમય સુર કમલ રચવાના મિશે,
કમલવાસિ લક્ષમીને વિસ્તારતા હરખે હસે હું એમ માનું એક સાથે ચાર ધર્મ પ્રરૂપવા,
ચાર મુખવાળા થયા પ્રભુ ભવજલધિન જેહવા. ૧૩૮ સ્પષ્ટાર્થ – હે પ્રભુ! જ્યારે તમે આ પૃથ્વીને વિષે ચાલે છે તે વખતે દેવતાઓ તમારા પગને મૂકવા સારૂ કમળોની રચના કરે છે. તેમાં ખરે મુદો એ જણાય છે કે તેઓ કમળમાં રહેનારી લક્ષ્મીને ઘણા આનંદપૂર્વક વિસ્તારીને હસે છે. વળી હે પ્રભુ તમે જે કે એક મુખવાળા છે છતાં દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મને એક સાથે કહેવાને માટે ચાર મુખવાળા જાણે થયા હોય નહિ, એમ હું માનું છું. ભવ્ય છે આપશ્રી સંસાર રૂપી રામુને તરવા માટે હેડી જેવા છે, એમ સમજીને આપની ભક્તિ કરવામાં લીન બને છે. ૧૩૮ ત્રણ ભુવનના દોષ ત્રણને ટાળવા જ પ્રવર્તતા,
તેથી જણાએ દેવકૃત ત્રણ ગઢ વિશેષે ચળકતા; આપ વિચારો તે ક્ષણે કાંટા અધમુખ થઈ જતા,
શું ચિત્ર? એમાં તિમિર સન્મુખ થાય ના રવિ ઉગતા. ૧૩૯ સ્પષ્ટાર્થ– હે પ્રભુ! આ જગતના જીના રાગ, દ્વેષ અને મેહ રૂપી ત્રણ મોટા દેને ટાળવાને માટે તમે પ્રવૃત્તિ કરે છે, તે જણાવવાને માટે જાણે દેએ રચેલા આ ત્રણ ગઢ વિશેષે ચળકતા હોય નહિ, તેમ હું માનું છું. વળી હે પ્રભુ! જ્યારે આપ આ પૃથ્વી ઉપર વિહાર કરો છો ત્યારે કાંટાઓ અધોમુખ એટલે ઉંધા મુખવાળા અથવા જેની અણુઓ નીચે જાય છે તેવા થાય છે, તેમાં કાંઈ આશ્ચર્ય જણાતું નથી. કારણ કે સૂર્યને ઉદય થતાં તિમિર એટલે અંધકાર શું સન્મુખ આવી શકે છે? અથવા સૂર્યને ઉદય થતાં અંધકાર જરૂર જ ભાગે છે. ૧૯ હવે અવસ્થિત રેમ આદિક યુગ મહિમા આપને,
સર્વ હતુ અનુકલ બનતી એહ મહિમા આપને સ્પર્શ હશે આપના પદ કમલને ઈમ ધારતા,
- દેવે સુગંધ જલે કુસુમથી મેદિનીને પૂજતા. ૧૪૦ પષ્ટાર્થ –હે પ્રભુ! તમારા રોમાદિક એટલે કેશ, નખ, દાઢી મૂછના વાળ અવસ્થિત એટલે હોય તેટલાને તેટલાં જ રહે છે. તેમાં વૃદ્ધિ હાનિ થતી નથી, તે આપના યેગને જ મહિમા છે. વળી છએ ઋતુઓ આપને અનુકૂળ બને છે તે મહિમા પણ આપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org