________________
( શ્રીવિજયપધસૂરિકૃતપ્રભુને વાંદવાને નીકળ્યા. જ્યારે ઉદ્યાનની પાસે આવી પહોંચ્યા ત્યારે તેઓ હાથી ઉપરથી નીચે ઉતર્યા. ત્યાર પછી છત્ર, ચામર, મુગટ વગેરે પોતાનાં જે રાજચિહ્નો તેને ત્યાગ કર્યો અને ચાલતા પ્રભુની પાસે આવ્યા ૧૩૪ સગર રાજા પ્રભુની સ્તુતિ કરે છે તે આઠ ગાથામાં જણાવે છે -- વંદી વિધાને સ્તુતિ કરે રોમાંચમાં વિકસાઈને,
હે દેવ ! દીઠા પ્રબલ પુણ્ય આજ મેં મુજ જન્મને; ધન્ય માનું સફલ નયણાં દિન ઘડી તિમ સમયને,
મતીઓને મેહ વરસ્ય કનક રવિ ઊગ્યો અને ૧૩૫ સ્પષ્ટાર્થ:--સગર રાજાએ પ્રભુની પાસે જઈને તેમને વિધિપૂર્વક વંદન કર્યું. ત્યાર પછી અતિ હર્ષને લીધે જેમની રોમરાજી વિકવર થઈ છે એવા સગર ચકવરી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ! મારા પ્રબળ પુણ્યના લીધે આજે મેં આપને જોયા. આપનું દર્શન થવાથી હું મારા જન્મને પણ ધન્ય માનું છું વળી મારાં નેત્ર (આંખ) પણ સફળ બન્યા છે કારણ કે તેના વડે મેં આપના દર્શન કર્યા. જે દિવસે આપના દર્શન થયા તે દિવસને તથા તે સમયને પણ હું ધન્ય માનું છું. આજે મારે તો મોતીઓને વરસાદ વરસ્યો એમ હું માનું છું. તથા આજે મારે સેનાને સૂરજ ઉગ્ય છે એવું પણ હું માનું છું. ૧૩૫ મિથ્યાત્વીને કલ્પાંત રવિ સમ અમૃત સમ સમ્યકત્વને,
તુજ ધર્મચક તિલક સમું જિનનામ લક્ષ્મીનું અને દિવ્ય તે પ્રકટાવનારૂં શ્રેષ્ઠ ધાર્મિક ભાવને,
ચકની જિમ આપતું તે આંતરિક રિપુ વિજયને. ૧૩૬ સ્પષ્ટાર્થ – હે પ્રભુ! તમારૂં ધર્મ ચક્ર મિથ્યાત્વીએને કલ્પાંત કાલના સૂર્ય સમાન આકરૂં અથવા જેનું તેજ સહન ન કરી શકાય તેવું જણાય છે. અને સમકિતી ને તે ધર્મચક્ર અમૃત સમાન અતિ પ્રિય લાગે છે. તથા તમારું ધર્મચક જિનનામ એટલે તીર્થંકર નામ કર્મ રૂપી લક્ષમીના તિલક જેવું શેભે છે. આ ધર્મચક દિવ્ય અને ઉત્તમ ધાર્મિક ભાવને પ્રગટ કરનારું છે. તથા જેમ ચક્રવર્તીનું ચક્ર બાહા શત્રુઓને છાવે છે તેમ આ ધર્મચક રાગાદિ આંતરિક શત્રુઓ વગેરેના વિજયને અપાવનારૂં છે. ૧૩૬. આપ સ્વામી એક જગના એમ આગળ સર્વની,
જાણે કહેવા ઇંદ્રધ્વજ મિષ વાસવે નિજ તર્જની; હાયની ઉંચી કરી તેવું જણાએ જિનપતિ !
ધન્ય જીવો ધરત જેઓ પદકમલ પૂજન મતિ. ૧૩૭ પાર્થ – હે જિનપતિ ! આપ જ એકલા આ જગતના સ્વામી છે એવું સર્વ જીની આગળ જણાવવા માટે જ જાણે હોય નહિ, તેવું સૂચવનાર આ ઈન્દ્રિધ્વજના બહાને વાસવે એટલે ઈન્દ્ર મહારાજે જાણે પોતાની તર્જની આંગળી એટલે અંગુઠાની ડેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org