________________
[ શ્રાવિજયપધરિતતુજ વિહાર પવન બલે સવિ રોગ ઘન વિખરી જતા,
જન સવાસે ક્ષેત્રમાંથી ઈતિ સંકટ ભાગતા વૈરાગ્નિ શમતે તુજ કપારસ પુષ્પરાવર્સે કરી,
મારી વિગેરે થાય ના પ્રભુ! આપના પુણ્ય કરી. ૧૩૦ ૫ષ્ટાર્થ–હે પ્રભુ તમારા વિહાર રૂપી પવનના બલથી સર્વ પ્રકારનાં રગે રૂપી વાદળાં વિખરાઈ જાય છે. એટલે તમે જ્યાં જ્યાં વિચરો છે ત્યાં ત્યાં ચારે દિશામાં થઈને ૧૦૦ (૨૫૪=૧૦૦) એજન, ઉપર ૧રા ને નીચે ૧૨ા યેાજન એમ સવાસ યોજના સુધી ઉત્પન્ન થએલા રેગે શાંત થઈ જાય છે. તથા સવાસે જન સુધીના ક્ષેત્રમાંથી ઈતિ સંકટ એટલે સાત પ્રકારના ઈતિના સંકટ નાશ પામે છે. વળી તમારા કુપારસ એટલે દયાના પરિણામ રૂપી પુષ્પરાવર્ત મેઘ વડે કરીને જીને વૈરાગ્નિ એટલે દુશમનાવટ રૂપી અગ્નિ શાંત થઈ જાય છે અથવા શાંત રસના પ્રભાવથી જાતિથી વૈરવાળા જીના પણ વૈરભાવ શાંત થઈ જાય છે. વળી હે પ્રભુ ! આપના પુણ્યના ઉદયથી મારી એટલે મરકી વગેરે રોગો પણ ઉત્પન્ન થતા નથી. ૧૩૦ રાજ્યભય દુભિક્ષ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ટળે,
શ્રેષ્ઠ ભામંડલથી જનો તુજ હર્ષથી દર્શન કરે; યેગના સામ્રાજ્યને પામેલ પ્રભુ ! ઘાતિ ક્ષય,
કહપતાર જંગમ તમે છો ઈમ અમે પણ માનીએ. ૧૩૧ સ્પષ્ટાર્થ:–રાજ્યમય એટલે સ્વરાજ્યને ભય તથા પરરાજ્યનો ભય પણ આપના પ્રભાવથી દૂર થાય છે. તથા દુભિક્ષ એટલે દુકાળને ભય, અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંતના વરસાદનો ભય, તથા અનાવૃષ્ટિ એટલે વરસાદ બીલકુલ ન થાય તેને ભય પણ દૂર થાય છે. જો કે તમારૂં તેજ એટલું બધું છે કે માણસે તમારા મુખ તરફ જોઈ પણ શકે નહિ, પરંતુ આપની પાછળની બાજુએ મસ્તક ઉપર જે તેજ સ્વી ભામંડલ આવેલું છે તેમાં તમારૂં તેજ સંક્રાંત થવાથી–સમાઈ જવાથી લોકો આનંદ પૂર્વક તમારા મુખનાં દર્શન કરી શકે છે. વળી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મના ક્ષયથી વેગના સામ્રાજ્યને અથવા મોટી ઋદ્ધિને પામેલા હે પ્રભુ! તમે સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ સમાન છે એમ જેમ બીજાઓ માને છે તેમ અમે પણ માનીએ છીએ. ૧૩૧
કર્મરૂપ તૃણને ઉખેડે આપ વિણ કણ ત્રિભુવને,
ઉત્તમ ક્રિયા કુલ રૂ૫ લક્ષ્મી પરિહરે ના આપને છે પાત્ર મૈત્રીના પ્રદે શોભનારા આપ છે,
કરૂણુબુનિધિ માધ્યચ્ચ ગુણમણિ રેહણાચલ આપ છો. ૧૩૨ સ્પષ્ટાર્થ – અનંત કાળથી એકઠાં થએલાં કર્મરૂપી ઘાસને ઉખેડવાને આખા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org