________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
૫ટાર્થ--તે બીજા સેનાના ગઢની અંદર જેને માણેકના કાંગરા શોભી રહ્યા છે એવા રત્નના ત્રીજા ગઢને ભક્તિના નિધિ એટલે ભક્તિના ભંડાર અથવા ભક્તિથી પૂર્ણ ભરેલા એવા વૈમાનિક દે રચે છે. આ ત્રણે ગઢને વિષે દરેક ગઢ દીઠ ચાર ચાર દરવાજા ચાર દિશા સન્મુખ બનાવે છે. તે બારણાઓ ઉપર મરકત મણિના પાનાં તેર શોભી રહ્યા છે, જેને જેનારાઓ ચમકે છે એટલે આશ્ચર્ય પામે છે. ૧૨૩. તારણેની બેઉ બાજુ કલશ શ્રેણી શોભતી,
પ્રત્યેક દ્વારે વાવડી વર ધૂપ ઘટિકા ચળકતી; મધ્ય ગઢ અંદર ઈશાને દેવછંદ બનાવતા,
ગઉ એક ધનુ શત વૈદઉંચું ચિત્યતરૂ સુર વિરચતા. ૧૨૪ સ્પષ્ટાર્થ –તારની બંને બાજુએ કલશની શ્રેણી (હા) શેભી રહી હતી. તથા દરેક દ્વાર પાસે એક એક વાવ આવેલી હતી તે વા કમળથી શોભાયમાન તથા સ્વચ્છ અને મીઠા પાણીથી ભરેલી હોય છે. તથા દરેક દ્વારે ધૂપની ઘટિકાઓ ચળકી રહી છે. વચલા ગઢની અંદર ઈશાન ખુણા તરફ પ્રભુને આરામ લેવા માટે દેવતાઓ દેસઈદ બનાવે છે. તથા ત્રીજા ગઢની વચમાં એક ગાઉ અને ચૌદસો ધનુષ્ય ઉંચું ચિત્યવૃક્ષ પણ વિદુર્વે છે ૧૨૪
વ્યંતર સિંહાસનાદિ વિકતા નિધિ હર્ષના,
સમવસરણે ચિત્યતરને પ્રભુ કરે જ પ્રદક્ષિણ સંત પણ વિધિ જાળવે પ્રભુ પૂર્વ દ્વારે પિતા, તીર્થને નમી મધ્યના સિંહાસને પ્રભુ બેસતા.
૧૨૫ સ્પષ્ટાર્થ –નિધિ હર્ષના એટલે આનંદના ભંડાર અથવા ઘણા ઉમંગવાળા વ્યક્તર દેવે સિંહાસનાદિ એટલે સિંહાસન, બે બે ચારે તથા ત્રણ ત્રણ છત્રની રચના કરે છે. આવા પ્રકારના ત્રણ ગઢથી શોભાયમાન સમવસરણને વિષે પૂર્વના દ્વારથી પ્રવેશ કરીને પ્રભુ શ્રી અજિતનાથ ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા કરે છે. વ્યાજબી જ છે કે-સંત પુરૂષે પણ આવશ્યક વિધિને સાચવે છે જ. ત્યાર પછી તીર્થને નમીને એટલે “નમો હિન્દુસ્સ” એ વચનથી નમીને વચલા સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ બિરાજે છે. ૧૨૫. ચિત્યતર કોને કહેવાય તે જણાવી તેમાં ગુણસ્થાનકે પ્રભુનું સ્વરૂપ જણાવે છે – જાસ નીચે નાણ કેવલ તીર્થપતિ પ્રભુ પામતા,
ચૈત્યતર તે દેવ ધ્યાનાતીત સ્થિતિને ધારતા; તેરમા ગુણઠાણમાં પ્રભુદેવ વત્તે જ્યાં સુધી,
શુકલ, ધ્યાનાતીત સાતાબંધ કરતા ત્યાં સુધી. ૧૨૬ સ્પદાર્થજે વૃક્ષની નીચે તીર્થકર પ્રભુ ઉત્તમ કેવલજ્ઞાનને પામે છે તે ચેત્યતરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org