________________
પર
[ શ્રી વિજ્યપદ્ધવિકૃત તે પાલખી શોભતી હતી. પાલખીની અંદર મૂકેલા સિંહાસનની ઉપર બેઠેલા શ્રીઅજિતનાથ પ્રભુને સૌધર્મેન્દ્ર અને ઈશાને ચામર વિજવા લાગ્યા. ૯૮ દીક્ષાભિલાષી વર વિનીતા મધ્ય ભાગે ચાલતા,
જાણી પ્રજાજન નાથ જેવા કાર્ય છડી આવતા ઉત્સવ સમુદાય માટે વિવિધ વાજાં વાગતા,
માંગલિક ઉપચાર માટે પ્રભુ ધરી દાક્ષિણ્યતા.. સ્પષ્ટાર્થ --દીક્ષાભિલાષી એટલે દીક્ષા લેવાની ઈચ્છાવાળા પ્રભુજીને ઘેરથી નીકળીને વર વિનીતા એટલે ઉત્તમ વિનીતા નગરીના મધ્ય ભાગમાં આવેલા જાણીને નગરના લોકે -સ્ત્રી પુરૂષો પિત પિતાનાં કાર્યને છડી એટલે અધવચ પડતાં મૂકીને પ્રભુને જોવા આવે છે. પ્રભુના દીક્ષા મહત્સવના વાડામાં દેવો, વિદ્યાધરો તથા નગર જનોને ઘણે મેટ સમુદાય એકઠા મળે હતું. તે વખતે જુદી જુદી જાતના વાજિંત્રે વાગી રહ્યા હતા. નગરની સ્ત્રીઓ અનેક પ્રકારના માંગલિક ગીત ગાતી હતી. તે વખતે પ્રભુ શ્રી અજિતનાથના પરમ ભક્ત વિદ્યાધરો તથા દેવના સમૂહથી આકાશ ભરાઈ ગયું. ઇન્દ્રોની નાટય સેના પ્રભુની આગળ અનેક પ્રકારના નાટક ભજવે છે. તે વખતે પ્રભુ જે કે નિઃસ્પૃહ હતા તે પણ તેની દાક્ષિણ્યતા સાચવવાની ખાતર તેઓની વંદના વગેરે માંગલિક ઉપચાર કાર્યોને સ્વીકાર કરતા હતા. ૯૯
પ્રભુનું સહસ્ત્રાગ્ર વનમાં આવવું અને દીક્ષાનું ગ્રહણ કરવું એ ગાથાઓ વડે જણાવે છે —– પૂર્ણ સમતા ધારી પ્રભુજી સહસ્ત્રાગ્ર પધારતા,
પાલખીથી ઉતરતા પ્રભુ ભૂષણાદિક છેડતા; દેવદૂષ્ય ધરંત સંપધિ ધર્મને દર્શાવતા,
માઘ સુદ નેમે જિનેશ્વર રહિણું શશિ આવતા. ૧૦૦ સ્પષ્ટાર્થ –-સંપૂર્ણ સમતા અથવા શાંતિને ધારણ કરનાર પ્રભુજી એ પ્રમાણે લોકેના માંગલિકેને સ્વીકાર કરતા સહસાગ્ર વન નામના ઉદ્યાન (બગીચા) માં પધાર્યા. ત્યાર પછી પાલખીમાંથી હેડે ઉતરીને પ્રભુએ ધારણ કરેલા ભૂષણાદિક એટલે ઘરેણાં વગેરને ત્યાગ કર્યો. અને ઉપધિ સહિત ધર્મને બતાવવા માટે ઈન્દ્ર મહારાજે આપેલા દેવ દુષ્ય વસ્ત્રને ધારણ કર્યું. તે વખતે મહા મહિનાની શુકલ પક્ષની નવમીને દિવસે જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યા ત્યારે પ્રભુએ શું કર્યું તે આગળના શ્લોકમાં જણાવે
વૃષ રાશિ સમયે પાછલી વય છ તપને આદરી,
સપ્ત છદ ત૨ હેઠ સાયંકાલ શુભ લેશ્યા ધરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org