________________
શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજો ] વગેરે મારાં છે અને હું પણ તેમને છું એવી જે માન્યતા છે તે સત્ય નથી કારણ કે નિજ દેહ એટલે પિતાનું શરીર જે માહથી મારું માન્યું છે તે પણ તારું નથી. કારણ કે મરણ વખતે તે શરીરને પણ છોડીને જીવ ચાલ્યા જાય છે. શરીર જીવની સાથે જતું નથી માટે કહે છે કે શરીર પણ તારૂં નથી તે પુત્ર પુત્રી વગેરે તે તારાં કયાંથી થવાનાં છે? અથવા તેઓ તારા અશુભ કર્મના ઉદય વખતે તને કોઈ પણ પ્રકારની મદદ કરવાને કે દુઃખ એ છું કરવાને સમર્થ બનતાં નથી. આ વાત ધ્યાનમાં રાખી હે જીવ! રાગ દ્વેષને ત્યાગ કરજે. સમતા-સંતેષાદિ ગુણે ધારણ કરી આત્મહષ્ટિ સતેજ કરજે. ૧૧ વૃક્ષ પર આવી મળેલા પક્ષિ જેવો સંગ એ.
એમ સમજી સંગને પરિહાર કરજે યોગ્ય એક સ્વાર્થ કેરી ભ્રષ્ટતાને મૂર્ખતા તું માનજે,
મેક્ષ સાધન સ્વાર્થને ચારિત્રથી ઝટ સાધજે. ૧૨
સ્પાર્થ-જેમ સાંજના વખતે ચારે દિશાઓમાંથી પક્ષીઓ આવીને ઝાડ ઉપર બેસે છે અને સવારમાં પાછાં જુદી જુદી દિશાઓમાં ઉડી જાય છે, તેના જેવો કુટુંબને સંગ (મેળે) જાણ. અને આ વાત સમજીને તું સંગને ત્યાગ કરજે. સ્વાર્થ એટલે પિતાનું આત્મહિત ન કરવા રૂપ ભ્રષ્ટતાને તું મૂર્ખતા માનજે. વળી મિક્ષ સાધન એટલે મક્ષને સાધવા રૂપ પિતાના સ્વાર્થને ચારિત્ર વડે તું જલ્દી સાધજે. ૧૨ અરિદમ આચાર્યનું આગમન -- ધન્યના ઈ લે ઝટ ભાવ સાચા પ્રકટતા,
ઉદ્યાનમાં આવ્યા અરિંદમસૂરિ મહીયલ વિચરતા; એમ જાણું ખૂશ થઈ નૃપ ધામધુમથી નીકળી,
પાસ ગુરૂની આવતા વિધિએ ધરી ભકિત ખરી. ૧૩ સ્પાર્થ –ધન્ય પુરૂષના ઈષ્ટો એટલે મનવાંછિતે જલદી ફળે છે અથવા સિદ્ધ થાય છે. કારણ કે તેમની ભાવના સાચી હોય છે. બીજા ગ્રંથોમાં પણ કહ્યું છે કે પિતાની ભાવના ખરી હોય તે તરત કાર્ય સિદ્ધિ થાય છે. અહીં પણ તેવું જ બન્યું છે કે-ઉપર કહેલી ભાવના વિમલવાહન રાજા ભાવતા હતા તેવામાં અરિંદમ નામના આચાર્ય મહારાજ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા સુશીમા નગરીના ઉદ્યાનમાં પધાર્યા. સૂરિ મહારાજ આવ્યાની ખબર સાંભળીને આનંદ પામીને વિમલવાહન રાજા મટી ધામધૂમ પૂર્વક શ્રીગુરૂને વંદન કરવા નીકળ્યા અને સાચી ભક્તિ ધારણ કરીને વિધિ પૂર્વક ગુરૂની પાસે આવ્યા. ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org