________________
[ શ્રી વિજયપદ્રસૂરિકૃતબે બાજુએ આવેલા સૂર્ય અને ચંદ્ર હોય તેવા શોભતા હતા અનેક પ્રકારની બાલ કીડાઓ કરવા વડે માતા અને પિતાને આનંદ આપતા તે બંને પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા એટલે ઉંમરમાં વધવા લાગ્યા. ૬૭ બને કુમારને કલાને અભ્યાસ વગેરે બે કલાકમાં જણાવે છે – શી જરૂર અધ્યયનની ત્રણ જ્ઞાનધરને જન્મથી,
સઘળી કલાને શીખતો શિશુ સગર શિક્ષક પાસથી; પ્રભુ કને આવી સુરે કડા વિવિધ દર્શાવતા,
છૂતનો દા દેઈને સવિ દ્રવ્યને હારી જતા. ૬૮ સ્પષ્ટાથે–જન્મ સાથે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાન ધારણ કરનાર બાળ પ્રભુને અધ્યયનની એટલે ભણવાની શી જરૂર હોય? અથવા પ્રભુ ત્રણ જ્ઞાનવંત હોવાથી તેમને ભણવાની જરૂરિયાત હોય જ નહિ, તેઓ તે સર્વ કળા, ન્યાય વગેરે પોતાની મેળે ત્રણ જ્ઞાનથી જાણતા હતા. પરંતુ બીજા સગરકુમાર શિક્ષકની પાસે અભ્યાસ કરીને છેડાજ વખતમાં બધી કળાઓ શીખી ગયા અવસરે દેવતાઓ પણ બાળ પ્રભુની પાસે આવીને બાળમિત્ર બનીને અનેક પ્રકારની રમત દેખાડતા હતા. વળી અવસરે જુગારને દા મૂકીને કેટલાક દેવતાઓ પોતાનું સઘળું દ્રવ્ય હારી જતા હતા. ૬૮ સગર પૂછે કઠિન પ્રશ્નો ઉત્તર પ્રભુ આપતા,
વડીલની પાસે કલા બતલાવતા રાજી થતા; સગરની એાછાશની પ્રભુજી કરંતા પૂર્ણતા,
લાયક જનો પુણ્ય કરીને યોગ્ય શિક્ષક પામતા. ૬૯ સ્પાર્થ –સગર કુમાર પિતાને નહિ સમજાતી બાબતના જે જે કઠણ પ્રશ્નો પૂછતા, તેના પ્રભુ શ્રી અજિતકુમાર સમજાય તેમ સરળ રીતે જવાબ આપતા હતા. વળી વડીલની પાસે એટલે માત પિતાની આગળ પિતાને આવડતી કળાઓ બતાવીને તેમને રાજી કરતા ને પોતે પણ રાજી થતા હતા. વળી સગરકુમારમાં કળાની બાબતમાં તેમજ બીજી બાબતમાં જે જે ઓછાશ અથવા અપૂર્ણતા જણાતી તે તે શીખવીને પ્રભુજી તેમને (સગરકુમારને) પૂર્ણ જાણકાર કરતા હતા. વ્યાજબી જ છે કે-લાયક મનુષ્યને પુણ્યના ઉદય વડે પિતાને લાયક જ શિક્ષક મળે છે ૬૯
અને રાજકુમારોને યુવાવસ્થામાં પ્રવેશ તથા પ્રભુના શરીરની ઉંચાઈ બે કલેકમાં જણાવે છે – પથિક સીમાની પરે વય પ્રથમ તે ઉલ્લંધતા,
પ્રથમ સંહનન પ્રથમ સંસ્થાનને પણ ધારતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org