________________
શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજો ]
સ્પષ્ટાર્થ –આ જ વિચાર કરે જોઈએ કે હું કોણ છું. અથવા આ શરીર વગેરેથી અલગ એવો મારો આત્મા છે મારે સાધ્ય એટલે સાધવા લાયક કાર્યો કયા કયા છે ? મેં મારા આત્માને હિતકારી શું શું કાર્ય કર્યું ? ને શું કરવાનું બાકી છે? મેં દાનાદિ એટલે દાન, શીયલ, તપ અને ભાવના સાધ્યાં કે નહિ ? મારું જીવન નિર્મળ અથવા પવિત્ર કેમ બનતું નથી ? આ જીવ પાપના માર્ગ તરફ શા માટે ચાલે છે? માહથી જીવ પિતાને જે હિતકારી છે તેને નુકસાનકારક માને છે અને નુકસાનકારી પાપના માર્ગને હિતકારી માને છે. પિતાની ભૂલને આત્મા કેમ સુધારતો નથી. આ મનુષ્ય રૂપી ઉત્તમ ભવ પામ્યા છતાં જીવ પિતાના આત્મહિતની કાંઈ પણ વિચારણા જે ન કરે તે તેને ભવ અફલ બને છે અથવા ફેગટ જાય છે માટે સમજુ મનુષ્ય પોતાના આત્માના હિત સંબંધી વિચાર અવશ્ય કરવો જોઈએ. ૮૬ સંસાર દાવાનલ વિષે સવિ જીવ દુઃખિયા દીસતા,
વિવિધ ચિંતાવશ બનીને શાંતિ રજ ના પામતા; પ્રાપ્ત સાધન સદુપયેગે ભવ જલધિ તટ પામીએ,
સંયમે આનંદ સાચો તેહને સ્વીકારીએ. સ્પાર્થ –આ સંસાર રૂપી દાવાનલ એટલે વનના અગ્નિને વિષે સઘળા માણસે દુઃખી જણાય છે. જેમ વનમાં અગ્નિ લાગવાથી તે વનના પ્રાણોએ આકુળ વ્યાકુળ બનીને તાપથી પીડાતા આમ તેમ રખડયા કરે છે, તેમ આ સંસારમાં પણ અનેક પ્રકારની પિસા સંબંધી, કુટુંબ સંબંધી, નાત જાત સંબંધી, રોગ વગેરે સંબંધી ચિંતાઓને લઈને અથવા આધિ, વ્યાધિ, અને ઉપાધિમાં ગુંથાયેલા છે જરા પણ શાંતિ પામતા નથી. અથવા આ સંસારમાં જે કદાચ શાંતિ જણાતી હોય તે તે શાંતિના આભાસ રૂપ ખાટી શાંતિ છેપરંતુ જેવી રીતે હાથ, પગ વગેરે સાધનોનો ઉપયોગ કરવાથી સમુદ્ર તરી શકાય છે, તેવી રીતે પ્રાપ્ત થએલ મનુષ્ય ભવ, નિરોગી શરીર વગેરે સાધનોને સારા અને યોગ્ય ઉપયોગ કરવાથી આ ભવજલધિ એટલે સંસાર રૂપી સમુદ્રના કાંઠાને પામી શકાય છે. અને સંયમ એટલે ચારિત્રની આરાધના કરવાથી સાચો આનંદ મેળવી શકાય છે એવું જાણીને નિર્મલ ચારિત્રને સ્વીકાર કરે જોઈએ. ૮૭
લોકાંતિક દેવેની પ્રભુને તીર્થ પ્રવર્તાવવા વિનતિ તથા પ્રભુને સગર કુમારને રાજ્ય લેવાને આગ્રહ --- વૈરાગ પ્રભુની પાસ લોકાંતિક સુરો વિનતિ કરે,
તીર્થ પ્રવર્તાવે જિનેશ્વર ! જેહ વિ જન હિત કરે, પ્રભુ સગરને રાજ્ય લેવા ભાષતા પણ તે કહે,
રૂદન કરતાં કેણ સમજુ આપથી અલગ રહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org