________________
૪૮
| [ શોવિજયપકૃિતભોગ કર્મો ભોગવાઈ ગયાં હોવાથી મારી ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા છે તેથી હું ચારિત્રને સ્વીકારવા ચાહું છું. હ૧
સગર કુમારે માન્ય રાખેલું પ્રભુનું વચન અને તેમના રાજ્યાભિષેકની બીના જણાવે છે – વિરહ ભયથી શ્રેષ્ઠ છે ગુરૂ વચન કેરી પાલના,
ઈમ વિચારી સગર રોતાં વચન માને પ્રભુ તણા; રાજ્યાભિષેક મહત્સવે સામંત આદિક સગરને,
- રાજા બનાવે પ્રભુ વચનથી લોક પામે હર્ષને. ૧૨ સ્પષ્ટાર્થ:--પ્રભુએ કહેલી હકીકત સાંભળીને સગરકુમાર વિચાર કરવા લાગ્યા કે જે પ્રભુના કહેવા પ્રમાણે કરું છું તે તેમના વિરહને એટલે વિયેગને ભય છે અને જે તે પ્રમાણે નથી કરતા તે તેમની આજ્ઞાને ભંગ થાય છે. પરંતુ સારી રીતે વિચારતાં વિરહના ભય કરતાં પ્રભુના વચનનું પાલન કરવું તે વધારે હિતકર છે. એ પ્રમાણે નિર્ણય કરીને સગર કુમારે રોતાં રોત પ્રભુનું વચન કબૂલ કર્યું એટલે તેમણે રાજ્ય ગ્રહણ કરવાનું સ્વીકાર્યું. ત્યાર પછી પ્રભુના વચનથી સામંત રાજા તથા અધિકારી પુરૂષેએ મળીને સગરકુમારને મોટા ઉત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો એટલે સગરકુમારને રાજા બનાવવામાં આવ્યા. તે વખતે નગરના આગેવાન માણસ વગેરેએ તેમની આગળ ઉત્તમ પ્રકારની ભેટ અર્પણ કરી વળી પ્રભુએ પિતાના જેવા જ પોતાના ભાઈને રાજ્ય પદે સ્થાપ્યા તેથી પ્રજાલક પણ આનંદ પામ્યા. ૯૨ પ્રભુએ આપેલા વાર્ષિક દાનનું સ્વરૂપ બે શ્લોકમાં જણાવે છે -- મેઘ જેવા અજિત પ્રભુજી દાન દેવા ચાહતા,
વિવિધ સ્થલથી જાંભક નિધિ રાજ મંદિર લાવતા ત્રિક ચતુષ્કાદિક વિષે ઉદ્દષણુ શુભ દાનની,
પ્રભુજી કરાવે સૂર્ય ઉગતાં હોય વેલા ભેજ્યની. ૯૩ સ્પષ્ટાર્થઃ—જેમ માસામાં મેઘ વરસે છે તેમ પ્રભુ શ્રી અજિતનાથે વરસીદાન આપવાનો આરંભ કર્યો તે વખતે ઈન્દ્ર મહારાજની આજ્ઞા પ્રમાણે કુબેરના હકમમાં રહેલા તિર્યગૂજક જાતિના દેવતાઓ જેના સ્વામી નાશ પામી જવાથી ન ધણીઆ, થએલું વગેરે અનેક પ્રકારનું ધન વગેરે જુદે જુદે સ્થળેથી લાવીને રાજમહેલમાં એકઠું કરવા લાગ્યા. ત્યાર પછી ત્રિક એટલે જ્યાં ત્રણ રાજમાર્ગો એકઠા થતા હોય તેવા સ્થળોમાં તથા ચતષ્ક એટલે જ્યાં ચાર રાજમાર્ગો એકઠા થતા હોય તેવા સ્થળોમાં પ્રભુજી દાનની ઘોષણા કરાવે છે કે હે કે તમે આવે અને ધનને ગ્રહણ કરે. ઘોષણા કરાવીને સૂર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org