________________
જ
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ધમકી પણું અને સગરનું ચક્રવતી પણું) જોઈને તમે ઘણું સુખ પામશે. આ પ્રમા
નાં મોટા ભાઈનાં વચન સાંભળીને નાના ભાઈ એ તે અંગીકાર કર્યું. કારણ કે વડીલ પુરૂષનું વચન માનવા લાગ્યા હોય છે. સજજન માણસને ગુરૂની આજ્ઞા દુલધ્ય એટલે નહિ ઓળંગાય તેવી અથવા અવશ્ય કરવા યોગ્ય છે એમ માનીને યતિ તરીકે ઘરમાં રહેવા કબૂલ કર્યું. ત્યાર પછી જિતશત્રુ રાજાએ પોતાના પુત્ર અજિત કુંવરને મેટા ઉત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો અને નરપતિ એટલે રાજા બનાવ્યું. ૭૭
રાજા બનેલા અજીતનાથ સગરને યુવરાજ પદવી દાન અને પિતાને દીક્ષા મહોત્સવ
ગ્ય નૃપને પામીને સર્વે ને રાજી થતા,
પ્રભુ દેવ બાંધવ સગરને યુવરાજ પદવી આપતા દીક્ષા મહોત્સવ તાતને પ્રભુદેવ વિસ્તાર કરે,
પુત્ર ધર્મ કરી બતાવે સવિ મહાપથ અનુસરે. ૭૮ સ્પષ્ટાર્થ-જ્યારે જિતશત્રુ રાજાએ પિતાના પુત્ર અજિતકુંવરને રાજ્યાભિષેક કર્યો, ત્યારે પિતાને ગ્ય રાજા મળવાથી તમામ પ્રજા ઘણી રાજી રાજી થઈ ગઈ. ત્યાર પછી પ્રભુદેવે (અજીતકુંવરે) પિતાન કાકાના પુત્ર સગર કુંવરને યુવરાજ પદવી આપીને પોતાના પિતાને દીક્ષાનો મહોત્સવ મોટા આડંબર પૂર્વક વિસ્તારથી કર્યો. એ પ્રમાણે કુલીન ગુણવંત પુત્રે પોતાની ફરજ બજાવી. વ્યાજબી જ છે કે સઘળા માણસો મેટાના પગલાને અનુસરનારા હોય છે. એટલે સૌ કોઈ મોટાના પગલે ચાલે છે. ૭૮
જિતશત્રુની દીક્ષા અને ચારિત્ર પાલી મોક્ષે જવું. તેમજ માતા વિજયાનું મોક્ષે જવું જણાવે છે -- આદિ તીર્થ સ્થવિર પાસે તાત સંયમ આદરે,
શુદ્ધ સાધી શ્રેણિયેગે કેવલશ્રીને વરે; સપ્તતિ શતસ્થાનકે ઈશાન ગતિ કહી તેમની,
વિજયા લહે શિવ સંપદા કરી સાધના ચારિત્રની. ૭૯ સ્પષ્ટાથે--જિતશત્રુ રાજાએ આદિતીર્થ એટલે આદિનાથ અથવા ઋષભદેવ જે પહેલા તીર્થંકર થઈ ગયા તેમણે પ્રવર્તાવેલા તીર્થને વિષે પરંપરાએ આવેલા તે તીર્થના
સ્થવિર એટલે મુખ્ય સાધુ મહારાજની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લઈને જેવી રીતે રાજ્યનું પાલન કર્યું હતું તેવી રીતે શુદ્ધ એટલે નિરતીચાર પણે તેનું પાલન કરીને શ્રેણિયેગે એટલે કર્મને ખપાવનારી જે ક્ષપક શ્રેણિ તેના વડે કેવલી એટલે કેવલજ્ઞાન અને કેવલ દર્શન રૂપી લક્ષમીને પામ્યા, અને આયુઃ પૂર્ણ થયે સર્વ કર્મનો ક્ષય કરીને મેક્ષે ગયા. આ બાબતમાં સતિશત સ્થાનકમાં તેમની ઈશાન ગતિ કહી છે એટલે તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org