________________
૨
[ શી વિજ્યપતિઈશાન દેવકમાં ગયા એમ જણાવ્યું છે. પ્રભુ દેવની માતા વિજયાદેવીએ પણ ચારિત્ર લઈને તેનું રૂડી રીતે પાલન કરીને શિવસંપદા એટલે મોક્ષરૂપી મેટી સંપત્તિ મેળવી. ૭૯ - અજીતનાથ રાજા તરીકે પ્રજાનું કેવી રીતે પાલન કરતા હતા તે પાંચ શ્લોકમાં જણાવે છે – અજિત સ્વામી પુત્રની જિમ નિજ પ્રજાને પાલતા,
દંડાદિ વિણ રક્ષણ કરે સન્માર્ગ માંહી ચલાવતા મેધ સુર તરૂ નાથના શાસન વિષે ચૂરણ થતું,
ધાન્યનું ના અન્યનું પશુ વર્ગને બંધન થતું. ૮૦ સ્પષ્ટાર્થ – હવે રાજા બનેલા પ્રભુદેવ શ્રી અજિતનાથ જેમ પુત્રનું માતા પાલન કરે તેમ પિતાનો પ્રજનું સારી રીતે પાલન કરે છે. તેઓ દંડ વગેરે લીધા સિવાય પ્રજાનું રક્ષણ કરે છે અને પ્રજાને સમાર્ગ એટલે ચેરી, જૂઠ વગેરે રહિત સારા માર્ગને વિષે ચલાવે છે. અથવા પ્રજા પણ ચેરી, ગાઈ વગેરે અન્યાય કર્યા સિવાય સારી રીતે વિતે છે. પ્રજા રૂપી મયૂરને ઉલ્લાસ પમાડવામાં મેઘ સમાન અને પ્રજાના મનોરથ પૂર્ણ કરવામાં સુરતરૂ એટલે કલ્પવૃક્ષ સમાન શ્રી અજિતનાથ સ્વામીના શાસન એટલે રાજય કારભારને વિષે ચૂરણ એટલે પીસાવું તે ફક્ત ધાન્યનું જ થતું હતું. અથવા રાજ્ય કારભાર એ સરસ રીતે કરવામાં આવતું હતું કે કોઈ પણ માણસને સજા કરવાની જરૂર પડતી જ નહિ. તેમજ બંધન તે ફક્ત પશુઓનું જ થતું હતું પણ બીજાનું થતું હતું, કારણ કે પ્રજા સુખી હોવાથી કોઈ જાતને ગુન્હ કોઈનાથી થતાજ નહિ તેથી કેઈને સજા કરવી પડતી ન્હોતી. ૮૦ વેધ મણિને વાઘને તાડન થતા ના અન્યને,
તાપ કંચનને હતો ને તેજ દેવું શસ્ત્રને શાળને જ ઉખેડવાનું વકતા સ્ત્રી ભૃકુટીમાં
સોગઠીને માર શબ્દો તિમ વિદારણ પૃથ્વીમાં. ૮૧ સ્પષ્ટાર્થવેધ એટલે વિંધવું તે તે ફકત મણિનેજ થતું હતું. પરંતુ કોઈ પશુ વગેરેને વિધતું નહોતું. વળી તાડન એટલે મારવું તે તે વાઘને એટલે વાજિંત્ર અથવા નરણાં ઉપર હતું. પરંતુ બીજા ને મારવામાં આવતાં હેતાં. તાપ એટલે સંતાપ પ્રજાને હતું નહિ, પરંતુ સેનાને જ તાપ એટલે તપાવવામાં આવતું હતું. તેજ તે શસ્ત્ર એટલે હથિઆરને આપવામાં આવતું હતું. શાળને જ ઉખેડવી પડતી હતી વળી લોકો તે સરળ સ્વભાવના હતા માટે વક્રતા એટલે વાંકાશ તો સ્ત્રીઓની ભ્રકુટી અથવા ભમરમાંજ હતી સેગડીની રમતમાંજ માર શબ્દ વપરાતું હતું. પરંતુ લેકે એક બીજાને મારતા તા. વિદ્યારણુ એટલે ફેડવું તે તે પૃથ્વીને જ થતું હતું. પરંતુ લોકોમાં કઈ કેઈને વૈરઝેરથી મારડ (મારામારી) કરતાજ નહિ. ૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org