________________
( શ્રી વિજયપધસૂરિકૃત૫ષ્ટાથે-એ પ્રમાણે અજિત પ્રભુએ પિતાજીને દીક્ષા માટે અનુમતિ આપ્યા પછી કહ્યું કે તમે ભલે ચારિત્ર ગ્રહણ કરે, પરંતુ સુમિત્ર વિજય કાકા હવે રાજા બને એવી મારી અભ્યર્થના એટલે વિનતિ છે. કારણ કે તેઓ અમારા વડીલ છે. અમારા કરતાં ગુણેમાં પણ ચઢીઆતા છે માટે તેઓ (સુમિત્રવિજય) રાજા થવાની સાચી ગ્યતા ધારણ કરે છે. આવાં અજિત પ્રભુના વચન સાંભળીને સુમિત્રવિજય કહે છે કે મારી ઈચ્છા તે વડીલની એટલે મોટાભાઈ સંયમ લેવાના છે તેમની સેવા કરવાની છે. કારણ કે ચેડા લાભને માટે અધિક લાભને કોણુ ગુમાવે ? અથવા જે મૂર્ખ હેય, તેજ શેડને માટે ઘણુને ત્યાગ કરે. વડિલની ભકિતમાં રાજ્ય કરવા કરતાં ઘણું લાભ છે માટે હું રાજ્ય લેવાને બીલકુલ ઈચ્છતે નથી ૭૫ પ્રભુને તથા જિતશત્રુ રાજાને સુમિત્રવિજયને ભાવયતિ થવા માટે આગ્રહ:વિબુધ માને રાજ્યથી પણ અધિક ગુરૂપદ સેવન,
ભાવયતિ થઈને રહો ઘરમાં વચન આ પ્રભુ તણું; નૃપ કહે સ્વીકાર વચનો પુત્રના જે ભાવથી,
મુનિતા ધરે તે પણ મુની તુજ કાર્ય સિદ્ધિ પુરથી. ૭૬ સ્પાર્થ-વિબુધ એટલે પંડિત પુરૂષ તે ગુરૂપદ સેવના એટલે વડીલ ગુરૂની સેવાને રાજ્ય કરતાં અધિક જ માને છે. એ પ્રમાણેનાં કાકાનાં વચને સાંભળીને પ્રભુ કહે છે કે જે તમારા રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છા ન હોય તો તમે રાજયને ગ્રહણ કરશે નહિ. પરંતુ ભાવયતિ (ગૃહસ્થાવસ્થામાં રહ્યા છતાં ચારિત્રના પરિણામવાળા થઈને રહેનાર ) થઈને ઘરમાં તે રહે. તે પ્રસંગે જિતશત્રુ રાજાએ પણ કહ્યું કે હે ભાઈ તમે પુત્રનાં વચનને સ્વીકાર કરો. કારણ કે જે માણસ ભાવથી મુનિપણાને ધારણ કરે છે તે પણ મુનિ જ કહેવાય છે. વળી મારા આ પુત્રથી તમારા કાર્યની સિદ્ધિ થવાની છે. કારણ કે આ પુત્ર તીર્થકર થવાના છે અથવા ધર્મ ચક્રવતી થવાના છે અને સગરપુત્ર ચક્રવર્તી થવાના છે. આ તીર્થકરના તીર્થમાં તમારી પણ ઈચ્છા ફળવાની છે માટે તમે ભાવયતિ થઈને રહે. ૭૬ સુમિત્રે વડીલ બંધુના વચનને કબુલ કરવું અને અજિતનાથને રાજ્યાભિષેક જણાવે છે --
અધિક ઉત્સુક ના થશે ચકિત્વ જોતાં બેઉનું,
- સુખ પામશે લઘુ બંધુ માને વચન યોગ્ય વડીલનું; દુલધ્ય આજ્ઞા ગુરૂ તણું સહુરૂષને ઈમ માનતા,
અજિતને નિજ તાત અભિષેકે નરપતિ બનાવતા. ૭૭ પછાર્થ–જિતશત્રુ રાજા પોતાના નાના ભાઈને કહે છે કે તમે ચારિત્ર લેવા માટે અધિક ઉત્સુક થશો નહિ એટલે ઉતાવળ કરશે નહિ, બંને પુનું ચક્રીપણું. (અજીતનાથનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org