________________
શીશા ચિંતામણિ ભાગ બીજો ]
સ્પષ્ટાર્થ –તે વખતે ગુરૂ મહારાજ આ પ્રમાણે ધર્મોપદેશ આપે છે કે હે ભવ્યજી! તમે ઘણા પુણ્યના ઉદયે કરીને જેન ધર્મ, મનુષ્ય જન્મ, આર્ય ભૂમિ વગેરે પામ્યા છે. આવી સામગ્રી પુણ્યહીન જીવે પામી શકતા નથી માટે પ્રમાદને ત્યાગ કરીને શ્રદ્ધાદિ ત્રણ એટલે જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરે, જેથી કરીને તમે મુક્તિ સુખના એટલે મોક્ષના પરમ આનંદને મળવશે. તમે મહિના સંગી થશે નહિ એટલે રાગ દ્વેષ વિષય કષાયાદિકમાં આસક્ત થશો નહિ. ૧૬ શુદ્ધ સાધન આ ભવે ના અન્યભવમાં તે મળે,
શ્રેષ્ઠ આત્મિક રાજ્ય સારું રાજ્ય સંયમથી મળે; વિષયાદિ જાણો નીર જેવા ભવતરૂને સ્થિર કરે,
ધન્ય તે તેને તજે ચારિત્રથી જે ભવ હરે. ૫છાર્થ –ધર્મની આરાધના કરવા માટે જે શુદ્ધ જ્ઞાનાદિ સાધન જોઈએ તે આ મનુષ્ય ભવમાં જ મળે છે, પરંતુ બીજા ભાગમાં તે મળતાં નથી અને સંયમથી એટલે ચારિત્રથી આત્મા સંબંધી સાચું રાજ્ય મળે છે. કારણ કે બાહ્ય રાજય તે નાશવંત છે કારણ કે તેવા રાજ્યને મૂકીને એક દિવસ જરૂર જવું પડે છે, પરંતુ આ આત્મિક સુખ રૂપી રાજ્ય મળ્યા પછી નાશ પામવાનું નથી પણ તે હંમેશાં સાથે જ રહેનાર છે માટે તેજ સાચું રાજ્ય જાણવું. વળી વિષય કષાય રાગ દ્વેષ વગેરે નીર એટલે પાણી જેવા જાણવા, કારણ કે તેઓ ભવતરૂ એટલે સંસાર રૂપી વૃક્ષને મજબૂત કરે છે એટલે સંસારને વધારે છે. માટે તે પુરૂષને ધન્યવાદ છે, કે જે વિષયાદિકને ત્યાગ કરી ચારિત્ર લઈને ભવને એટલે સંસારને નાશ કરે છે. અથવા સંસારની રખડપટ્ટોને અંત લાવે છે. ૧૭ સંસાર કારાગારથી શરવીર તો ઊભા પગે,
નીકળતા ને સાધતાં નિજ સાધ્યને રજ ના ડગે, આડે પગે તે સર્વ નીકળે તેહમાં શી બહાદુરી?
અહિત ઠંડી વિબુધ હિતને સાધતા શુભમતિ ધરી. ૧૮ સ્પાર્થ –આ સંસાર રૂપી કારાગાર એટલે કેદખાનામાંથી શૂરવીર પુરૂષે ઉભા પગે નીકળી જાય છે એટલે ચારિત્રને ગ્રહણ કરીને સંસારનો ત્યાગ કરે છે. અને નિજસાધ્ય જે મોક્ષ તેની સાધના કરતાં જરા પણ ડગતા નથી, આડે પગે એટલે મરણ પામે ત્યારે ઠાઠડીમાં સુવાડે છે એવી રીતે વર્તમાન (ચાલુ) સંસારનો ત્યાગ તે સો કઈ કરે છે એમાં કાંઈ હાદુરી ગણાતી નથી, કારણકે તેવી રીતે નીકળનારને તે આ ભવ છેડીને દુર્ગતિના પણ ભવમાં જવાનું થાય છે. આવા પ્રકારને ઉપદેશ સાંભળીને વિબુધ એટલે પંડિત અથવા સમજુ પુરૂષે અહિત એટલે જે વિષય કષાય વગેરે આત્માને નુક્સાન કરનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org