________________
[ [ વિજયપધકૃિત- આચાર્ય મહારાજનું વર્ણન કરે છે -- ગુરૂદેવ બખ્તર મેઘ હાથી ગરૂડ જેવા દીપતા,
વજ દિનકર અરણિ પૃથ્વી નીક જેવા શેભતા; આજુબાજુ તેમની મુનિરાજ બેઠેલા હતા,
વિવિધ આસન ધારતા તપ તેજથી બહુ ચળકતા ૧૪ સ્પાર્થ –-આચાર્ય મહારાજ રૂપી ગુરૂદેવ કામદેવના બાણથી ભેદાય તેવા નહિ હોવાથી તે બખ્તર જેવા કહેવાય છે. ક્રોધ રૂપી અગ્નિને શાંત કરનાર હોવાથી મેઘ એટલે વરસાદ જેવા કહેવાય છે. અભિમાન રૂપી વૃક્ષના ભાંગનાર હોવાથી હાથી જેવા શોભે છે. માયા રૂપી સા૫ણુને નાશ કરનાર હોવાથી ગરૂડ પક્ષી જેવા દીપે છે. લોભ રૂપી પર્વતને જૂર કરનાર હોવાથી વજ સમાન જણાય છે. મેહરૂપી અન્ધકારનો નાશ કરનાર છે માટે સૂર્ય જેવા શોભે છે તથા તપ રૂપી અગ્નિને પ્રકટાવવા અરણ કાષ્ટની જેવા છે. સહનશીલતા રૂપ ક્ષમાને ધારણ કરતા હોવાથી પૃથ્વી જેવા જણાય છે. બેધિબીજ રૂપી વૃક્ષને વધારનાર હોવાથી પાણીની નીક જેવા શેભે છે. આવા પ્રકારના આચાર્ય મહારાજની ચારે બાજુએ જુદા જુદા પ્રકારના ધાર્મિક આસન ધારણ કરીને અનેક પ્રકારના તપ રૂપી તેજથી દેવીપ્યમાન ઘણુ શિષ્ય બેઠેલા હતા ૧૪ વિમલવાહન રાજાએ ગુરૂને કરેલું વંદન:-- દેઈશુદ્ધ પ્રદક્ષિણ ત્રણ દર્શનાદિક પામવા,
ભવ ભ્રમણને ટાલવા શરૂઆત કરતા વાંદવા; ધર્મલાભ સ્વરૂપ આશીર્વાદ ગુરૂજી આપતા,
- ભૂપ હરખે દેશના સુણવા વિનયથી બેસતા. ૧૫ સ્પાર્થ –દર્શનાદિક એટલે દર્શન (સમકિત) જ્ઞાન અને ચારિત્ર પામવા માટે અને સંસારની રખડપટ્ટી દૂર કરવા માટે જમણી બાજુથી ત્રણ પ્રદક્ષિણા દઈને શ્રીવિમલવાહન રાજાએ પૂજ્ય શ્રીઅરિંદમ આચાર્ય મહારાજને વાંદવાની શરૂઆત કરી તે વખતે. ગુરૂ મહારાજે મહાપ્રભાવશાલી ધર્મલાભ રૂપ આશીર્વાદ આપે. ગુરૂને વંદન કર્યા પછી રાજા વિમલ વાહન ગુરૂના ઉપદેશ વચન સાંભળવા માટે આનંદપૂર્વક વિનયથી બે હાથ જેડીને ગુરૂની સામે બેઠા. ૧૫ હવે ગુરૂ મહારાજે આપેલો ધર્મોપદેશ ત્રણ ગાથાઓમાં જણાવે છે --
ગુરૂ દીએ ઈમ દેશના હે ભવ્ય જ પુણ્યથી, ( પામ્યા તમે જિન ધર્મ આદિક જે સુલભ પરને નથી; અપ્રમત્ત બની કરે શ્રદ્ધાદિ ત્રણની સાધના,
જેથી લહા સુખ મુક્તિના સંગી થશે ના મહના. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org