________________
શ્રીદેશના ચિંતામણી ભાગ બીજો ]. આપની જિમ સુત વડે નૃપતિવતી પૃથ્વી બને,
ઈમ સૂણુ રાજી થઈ બેલાવતા નૃપ કુંવરને. ૨૬ સ્પષ્ટાર્થ:--આપને કુંવર રાજય ચલાવવા માટે સંપૂર્ણ રીતે લાયક છે, માટે મેક્ષને મેળવવા માટે પ્રવજ્યા એટલે દીક્ષાનું સારી રીતે પાલન કરે. આ કાર્યમાં આપને વિજય મળે એવું અમે ઈચ્છીએ છીએ. જેવી રીતે આપ સમાન કે પુરૂષ વડે આ પૃથ્વી નૃપતિવતી એટલે રાજાવાળી ગણાતી હતી તેવી રીતે હવે તે આપના પુત્રવડે રાજાવાળી થાઓ, એમ અમે ચાહીએ છીએ. આ પ્રમાણેનાં મન્ચીશ્વરનાં વચન સાંભળીને હર્ષ પામીને રાજા પોતાના કુંવરને બોલાવે છે. ર૬ રાજા કુંવરને પોતાની ઈચ્છા જણાવે છે – સાંભળી આજ્ઞા જનકની કુંવર વિનયે આવતા;
અંજલી જેડી નમીને યોગ્ય સ્થાને બેસતા ગ્રુપ કુંવરને પૂર્વ સ્થિતિનું સ્પષ્ટ ભાન કરાવતા,
નિંદતા નિજ ભૂલને સવિ રાજ્ય ભાર ભલાવતા. ૨૭ સ્પષ્ટાર્થ –પિતાના પિતા બોલાવે છે તેવી આજ્ઞા સાંભળીને કુંવર વિનયપૂર્વક તેમની પાસે આવ્યો. અને બે હાથ જોડીને પ્રણામ કરીને પોતાના ઉચિત આસન ઉપર બેઠે. તે વખતે રાજા પિતાની પૂર્વ સ્થિતિ એટલે આચાર્ય મહારાજને ઉપદેશ સાંભળ્યા પહેલાંની અવસ્થામાં પોતે ઈન્દ્રિયોના વિષયમાં તથા રાગ દ્વેષાદિકમાં કે ફસાએલો હતે? તેનું સ્પષ્ટ રીતે વર્ણન કર્યું. ત્યાર પછી તેણે પિતાની પૂર્વની કરેલી ભૂલોની નિંદા કરી તથા પિતાને હવે વૈરાગ્ય ભાવના જાગૃત થયેલી હોવાથી રાજ્યગાદી તજી દઈને દીક્ષા લેવી છે તે વાત જણાવીને રાજ્ય સંભાળવાની બધી જવાબદારી કુંવરને પવાની ઇચ્છા જણાવી. ૨૭. કુંવર રાજ્ય ગ્રહણ કરવાનાની નાખુશી બે શ્લોક વડે જણાવે છે – હિમ પડતા કમળની જિમ કુંવર ગ્લાન બની જતા,
વચનો પિતાના સાંભળીને અશ્રુ લાવી બોલતા અવકૃપા શા કારણે? હે દેવ! દીસે આપની,
જેહથી આજ્ઞા કરે ઈમ ચાહના નહિ રાજ્યની. ૨૮ સ્પષ્ટાથ --રાજાનાં ઉપર પ્રમાણેનાં રાજ્ય છોડીને દીક્ષા લેવાના વચન સાંભળીને ખીલેલું કમળ હિમ પડતાં કરમાઈ જાય છે, તેમ કુંવર ઘણે શોકાતુર થઈ ગયે. અને આંખમાં આંસુ લાવીને પિતાના પિતાજીને કહે છે કે હે દેવ! (પિતાજી) મારા ક્યા અપરાધના કારણથી આપની મારા ઉપર આવી અવકૃપા અથવા ઈતરાજી જણાય છે જેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org