________________
( શ્રી વિજયપતિદ્વીપને વિષે જાય છે અને સૌધર્મ વાસવ એટલે સૌધર્મેન્દ્ર પ્રભુ શ્રીઅછતનાથને લઈને તેમના ઘરે પ્રભુને સ્થાપન કરે છે અને ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં જાય છે. ત્યાં દક્ષિણ દિશામાં આવેલા અંજનગિરિ પર રહેલા ઉત્તમ દેરાસરમાં અષ્ટાલિકા એટલે અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. સેમ, યમ, વરૂણ અને કુબેર નામના ચાર લેક પાલ દેવો દધિમુખ નામના અચલ એટલે પર્વત ઉપર જઈને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. અહીં આઠમા નંદીશ્વર દ્વીપનું તથા તેને વિશે આવેલા અંજનાચલ તથા દધિમુખ નામના પર્વતનું કાંઈક સ્વરૂપ આ પ્રમાણે જાણવું
• સર્વ દ્રોપ અને સમુદ્રની મધ્યમાં આવેલા એક લાખ જેજન લાંબા પહોળા જંબૂ દ્વીપને ફરતા એક સમુદ્ર પછી એક દ્વીપ પછી એક સમુદ્ર એમ અસંખ્યાતા દ્વીપ સમદ્ર એક એકથી બમણું બમણું વિસ્તારવાળા છે. જંબુદ્વીપ થાળી જેવો ગેળાકાર છે. તે સિવાયના બીજા બધા દ્વીપ અને સમુદ્ર ગેળ છે. આ જંબૂદ્વીપથી સાત સમુદ્ર અને છ દ્વીપ ઓળંગ્યા પછી આઠમે નંદીશ્વર નામે દ્વીપ આવે છે. તેને વલયવિખંભ એકસો ત્રેસઠ કોડ અને ચોરાસી લાખ જન પ્રમાણ છે. આ નંદીશ્વર દ્વીપને વિષે વિવિધ પ્રકારના ઉદ્યાન (બગીચા) વગેરે આવેલા છે અને તે અહીંની શાશ્વતી પ્રતિમાઓની પૂજા માટે આવતા દેવતાઓના આવવાથી મનહર જણાય છે. આ દ્વીપની ચારે દિશાઓમાં મધ્ય ભાગમાં અંજન સમાન વર્ણવાલા ચાર અંજનગિરિ આવેલા છે. આ પર્વતે મૂળમાં દશ હજાર યોજનથી અધિક વિસ્તારવાળા છે. અને ઉપર એક હજાર જન વિસ્તારવાળા છે. તથા ૮૫ હજાર યોજન ઊંચા છે. પૂર્વ દિશામાં દેવરમણ નામને, દક્ષિણ દિશામાં સિયોદ્યોત નામને, પશ્ચિમમાં સ્વયંપ્રભ નામને અને ઉત્તરમાં રમણીય નામને અંજનગિરિ છે. આ ચારે અંજનગિરિઓના ઉપર એક એક જિન ચૈત્ય આવેલ છે. તે સે યોજન લાંબા, પચાસ જન પહોળા અને બોંતેર યોજન ઊંચા છે. આ દરેક ચિત્યને ચાર ચાર દ્વાર છે. ચાર દ્વારની મધ્યમાં સેળ થાજન લાંબી, સેળ જન પહોળી, અને આઠ જન ઉંચી એક મણિપીઠિકા છે. તે પીઠિકા ઉપર સર્વ રત્નમય દેવચઈદક છે. એ દેવ
દકની ઉપર અષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ નામની રત્નમય શાશ્વતી એકસો ને આઠ પ્રતિમાઓ છે. દરેક અંજનગિરિની ચારે દિશાએ લાખ લાખ જન પ્રમાણ ચાર ચાર વાવો છે. કુલ ૧૬ વા છે આ દરેક વાપિકાના મધ્ય ભાગમાં પાલાના આકારના ઋટિક રત્ન મય, વેદિકા તથા ઉદ્યાનેથી શોભાયમાન દધિમુખ પર્વત છે. તે ઉપર અને નીચે દશ હજાર જન લાંબા પહોળા, એક હજાર જન ઉંડા અને ૬૪ હજાર ચોજન ઊંચાં છે. ૧૬ વાવના ૧૬ આંતરામાં બબે રતિકર પર્વતે આવેલા છે. એટલે ૩૨ રતિકર પર્વતે છે. આ બત્રીસ રતિકર પર્વત તથા ૧૬ દધિમુખ પર્વત ઉપર પણ અંજનગિરિની જેમ શાશ્વતાં ચિત્ય છે. એટલે નંદીશ્વર દ્વીપમાં કુલ બાવન જિનાલય આવેલાં છે. ૪ અંજનગિરિ. ૧૨ દધિમુખ પર્વતે. ૩૨ તિકર પર્વતે દરેકની ઉપર એકેક ગણતાં બાવન જિનાલય થાય. ૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org